यः पुनः कीर्तिनिमित्तं मायया मिष्टभिक्षालाभार्थम् ।
अल्पं भुंक्ते भोज्यं तस्य तपः निष्फलं द्वितीयम् ।।४४४।।
અર્થઃ — જે મુનિ કીર્તિને માટે વા માયા – કપટ કરી વા મિષ્ટ
ભોજનના લાભ અર્થે અલ્પ ભોજન કરી તેને તપનું નામ આપે છે તેનું
આ બીજું અવમોદર્યતપ નિષ્ફળ છે.
ભાવાર્થઃ — જે એમ વિચારે છે કે અલ્પ ભોજન કરવાથી મારી
પ્રસંશા થશે, તથા કપટથી લોકને ભૂલાવામાં નાખી પોતાનું કોઈ પ્રયોજન
સાધવા માટે વા થોડું ભોજન કરવાથી મિષ્ટરસ સહિત ભોજન મળશે
એવા અભિપ્રાયથી ઊણોદરતપ જે કરે છે તે તપ નિષ્ફળ છે. એ તપ
નથી પણ પાખંડ છે.
હવે વૃત્તિપરિસંખ્યાનતપ કહે છેઃ —
एगादिगिहपमाणं किच्चा संकप्पकप्पियं विरसं ।
भोज्जं पसु व्व भुंजदि वित्तिपमाणं तवो तस्स ।।४४५।।
एकादिगृहप्रमाणं कृत्वा संकल्पकल्पितं विरसम् ।
भोज्यं पशुवत् भुंक्ते वृत्तिप्रमाणं तपः तस्य ।।४४५।।
અર્થઃ — મુનિ આહાર લેવા નીકળે ત્યારે પ્રથમથી જ મનમાં
આવી મર્યાદા કરી નીકળે કે – આજ એક ઘરે વા બે ઘરે વા ત્રણ ઘરે
જ આહાર મળી જાય તો લેવો, નહિ તો પાછા ફરવું. વળી એક રસની,
આપવાવાળાની તથા પાત્રની મર્યાદા કરે કે આવો દાતાર, આવી
પદ્ધતિથી, આવા પાત્રમાં ધારણ કરી આહાર આપે તો જ લેવો, સરસ
– નીરસ વા ફલાણો આહાર મળે તો જ લેવો એમ આહારની પણ
મર્યાદા કરે, ઇત્યાદિક વૃત્તિની સંખ્યા – ગણના – મર્યાદા મનમાં વિચારી એ
જ પ્રમાણે (આહાર) મળે તો જ લે, બીજા પ્રકારે ન લે. વળી, આહાર
લે તો ગાય વગેરે પશુની માફક આહાર કરે અર્થાત્ જેમ ગાય આમ
તેમ જોયા સિવાય માત્ર ચારો ચરવા તરફ જ દ્રષ્ટિ રાખે છે, તેમ (મુનિ
આહાર) લે તેને વૃત્તિપરિસંખ્યાનતપ કહે છે.
૨૫૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા