ભાવાર્થઃ — ભોજનની આશાનો નિરાસ કરવા સારું આ તપ
કરવામાં આવે છે, કારણ કે સંકલ્પ અનુસાર વિધિ મળી જવી એ
દૈવયોગ છે અને એવું મહાન કઠણ તપ મહામુનિ કરે છે.
હવે રસપરિત્યાગતપ કહે છેઃ —
संसारदुक्खतट्ठो विससमविसयं विचिंतमाणो जो ।
णीरसभोज्जं भुंजइ रसचाओ तस्स सुविसुद्धो ।।४४६।।
संसारदुःखत्रस्तः विषसमविषयं विचिन्तयन् यः ।
नीरसभोज्यं भुंक्ते रसत्यागः तस्य सुविशुद्धः ।।४४६।।
અર્થઃ — જે મુનિ સંસારદુઃખથી ભયભીત થઈ આ પ્રમાણે વિચારે
છે કે – ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા છે, વિષ ખાતાં તો એક વાર મરણ
થાય છે પણ વિષયરૂપ વિષથી ઘણાં જન્મ-મરણ થાય છે. એમ વિચારી
જે નીરસભોજન કરે છે તેને રસપરિત્યાગતપ નિર્મળ થાય છે.
ભવાર્થઃ — રસ છ પ્રકારના છે – ઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ
અને દૂધ એવો તથા ખાટો, ખારો, મીઠો, કડવો, તીખો અને કષાયેલો
એ પણ રસ છે.★
તેનો ભાવનાનુસાર ત્યાગ કરવો અર્થાત્ કોઈ એક
જ રસ છોડે, બે રસ છોડે વા બધાય રસ છોડે. એ પ્રમાણે
રસપરિત્યાગતપ થાય છે.
પ્રશ્નઃ — કોઈ રસત્યાગને જાણતો ન હોય અને મનમાં જ ત્યાગ
કરે તો એ પ્રમાણે જ વૃત્તિપરિસંખ્યાન પણ છે તો પછી તેમાં અને
આમાં તફાવત શો?
સમાધાનઃ — વૃત્તિપરિસંખ્યાનમાં તો અનેક પ્રકારના ત્યાગની સંખ્યા
છે અને આમાં રસનો જ ત્યાગ છે એટલી વિશેષતા છે. વળી એ પણ
દ્વાદશ તપ ][ ૨૫૫
★खीरदधिसप्पितेलं गुडलवणाणं च जं परिच्चयणं ।
तित्तकडुकसायंबिलं मधुररसाणं च जं चयणं ।।
મૂલાચાર – પંચાચારાધિકાર, ગા. ૧૫૫