વિશેષતા છે કે – રસપરિત્યાગ તો ઘણા દિવસનો પણ થાય છે અને તેને
શ્રાવક જાણી પણ જાય છે ત્યારે વૃત્તિપરિસંખ્યાન ઘણા દિવસનું થતું નથી.
હવે વિવિક્તશૈયાસનતપ કહે છેઃ —
जो रायदोसहेदू आसणसिज्जादियं परिच्चयइ ।
अप्पा णिव्विसय सया तस्स तवो पंचमो परमो ।।४४७।।
यः रागद्वेषहेतुः आसनशय्यादिकं परित्यजति ।
आत्मा निर्विषयः सदा तस्य तपः पञ्चमं परमम् ।।४४७।।
અર્થઃ — જે મુનિ રાગ-દ્વેષના કારણરૂપ આસન, શૈયા વગેરેને
છોડે છે, સદાય પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે તથા નિર્વિષય
અર્થાત્ ઇન્દ્રિયવિષયોથી વિરક્ત થાય છે તે મુનિને આ પાંચમું
વિવિક્તશૈયાસનતપ ઉત્કૃષ્ટ થાય છે.
ભાવાર્થઃ — બેસવાનું સ્થાન તે આસન છે અને સૂવાનું સ્થાન તે
શૈયા છે તથા ‘આદિ’ શબ્દથી મળમૂત્રાદિ નાખવાનું સ્થાન સમજવું. એ
ત્રણે એવાં હોય કે જ્યાં રાગ – દ્વેષ ઉત્પન્ન થાય નહિ અને વીતરાગતા
વધે, એવા એકાન્ત સ્થાનમાં (મુનિ) બેસે – સૂવે, કારણ કે મુનિજનોને તો
પોતાનું સ્વરૂપ સાધવું છે પણ ઇન્દ્રિયવિષય સેવવા નથી; માટે
એકાન્તસ્થાન કહ્યું છે.
पूयादिसु णिरवेक्खो संसारसरीरभोगणिव्विण्णो ।
अब्भंतरतवकुसलो उवसमसीलो महासंतो ।।४४८।।
जो णिवसेदि मसाणे वणगहणे णिज्जणे महाभीमे ।
अण्णत्थ वि एयंते तस्स वि एदं तवं होदि ।।४४९।।
पूजादिषु निरपेक्षः संसारशरीरभोगनिर्विण्णः ।
आभ्यन्तरतपःकुशलः उपशमशीलः महाशान्तः ।।४४८।।
यः निवसति स्मशाने वनगहने निर्जने महाभीमे ।
अन्यत्र अपि एकान्ते तस्य अपि एतत् तपः भवति ।।४४९।।
૨૫૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા