ભાવાર્થઃ — ગ્રીષ્મકાળમાં પર્વતના શિખર આદિ ઉપર કે જ્યાં
સૂર્યકિરણોનો અત્યંત આતાપ થઈ રહ્યો છે અને નીચે ભૂમિશિલાદિક
પણ તપ્તાયમાન છે ત્યાં મહામુનિ આતાપનયોગ ધારણ કરે છે,
શીતકાળમાં નદી આદિના કિનારે ખુલ્લા મેદાનમાં જ્યાં અતિ ઠંડી
પડવાથી વૃક્ષ પણ બળી જાય ત્યાં ઉભા રહે છે, તથા ચોમાસામાં વર્ષા
વરસતી હોય, પ્રચંડ પવન ચાલતો હોય અને ડાંસ – મચ્છર ચટકા ભરતા
હોય એવા સમયમાં વૃક્ષની નીચે યોગ ધારણ કરે છે; તથા અનેક વિકટ
આસન કરે છે. એ પ્રમાણે કાયક્લેશનાં અનેક કારણો મેળવે છે છતાં
સામ્યભાવથી ડગતા નથી, અનેક પ્રકારના ઉપસર્ગોને જીતવાવાળા છે
છતાં ચિત્તમાં જેમને ખેદ ઊપજતો નથી, ઊલટા પોતાના સ્વરૂપધ્યાનમાં
નિમગ્ન રહે છે, તેમને (એવા મુનિને) કાયક્લેશતપ હોય છે. જેને કાયા
તથા ઇન્દ્રિયોથી મમત્વ હોય છે તેને ચિત્તમાં ક્ષોભ થાય છે, પરંતુ આ
મુનિ તો એ બધાયથી નિસ્પૃહ વર્તે છે, તેમને શાનો ખેદ હોય? એ
પ્રમાણે છ પ્રકારના બાહ્ય તપોનું નિરૂપણ કર્યું.
હવે છ પ્રકારનાં અંતરંગ તપોનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ
પ્રાયશ્ચિત્ત નામનું તપ કહે છે.
दोसं ण करेदि सयं अण्णं पि ण कारएदि जो तिविहं ।
कुव्वाणं पि ण इच्छदि तस्स विसोही परा होदि ।।४५१।।
दोषं न करोति स्वयं अन्यं अपि न कारयति यः त्रिविधम् ।
कुर्वाणं अपि न इच्छति तस्य विशुद्धिः परा भवति ।।४५१।।
અર્થઃ — જે મુનિ મન-વચન-કાયાથી પોતે દોષ કરે નહિ, બીજા
પાસે દોષ કરાવે નહિ તથા કોઈ દોષ કરતો હોય તેને ઇષ્ટ – ભલો જાણે
નહિ તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે.
ભાવાર્થઃ — અહીં ‘વિશુદ્ધિ’ નામ પ્રાયશ્ચિત્તનું છે. ‘પ્રાયઃ’
શબ્દથી તો પ્રકૃષ્ટ ચારિત્રનું ગ્રહણ છે અર્થાત્ એવું ચારિત્ર જેને હોય
તેને ‘પ્રાયઃ’ કહે છે. અથવા સાધુલોકનું ચિત્ત જે કાર્યમાં હોય તેને
૨૫૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા