દ્વાદશ તપ ][ ૨૫૯ પ્રાયશ્ચિત્ત કહે છે, અથવા આત્માની વિશુદ્ધતા કરે તે પ્રાયશ્ચિત્ત છે. વળી (પ્રાયશ્ચિત્ત શબ્દનો) બીજો અર્થ એવો પણ છે કે – ‘પ્રાયઃ’ નામ અપરાધનું છે, તેને ‘ચિત્ત’ એટલે તેની શુદ્ધિ કરવી તેને પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. મતલબ કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધતા થાય તે પ્રાયશ્ચિત છે. એ પ્રમાણે જે મુનિ મન-વચન-કાય અને કૃત-કારિત -અનુમોદનાથી દોષ ન લગાવે તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે અને એ જ પ્રાયશ્ચિત્ત★ નામનું તપ છે.
અર્થઃ — અથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુ – આચાર્યની નિકટ દશ દોષ રહિતપણે પ્રગટ કરે – આલોચન કરે.
ભાવાર્થઃ — પ્રમાદથી પોતાના ચારિત્રમાં દોષ લાગ્યો હોય તો આચાર્ય પાસે જઈ દશ દોષ રહિત આલોચના કરે. પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, ચાર વિકથા, એક નિદ્રા અને એક સ્નેહ એ પાંચે પ્રમાદ છે તેના પંદર ભેદ છે❃ (વિશેષ) ભંગોની અપેક્ષાએ તેના ઘણા (૩૭૫૦૦) ભેદ છે, તેમનાથી દોષ લાગે છે.
★ યતિના આચારમાં દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે યથાઃ —