અન્ય ગુરુ શું બતાવે છે?’ એ બહુજનદોષ છે.
૯. ‘આ દોષ છુપાવ્યો છુપાવાનો નથી માટે કહેવો જ જોઈએ’
એમ વિચારી પ્રગટ – વ્યક્ત દોષ હોય તે કહે, તે અવ્યક્ત દોષ છે.
૧૦. પોતાને લાગેલા દોષની ગુરુ પાસે આલોચના કરી, કોઈ
અન્ય મુનિએ પ્રાયશ્ચિત્ત લીધું હોય તેને જોઈ તે પ્રમાણે પોતાને પણ
દોષ લાગ્યા હોય તેની આલોચના ગુરુ પાસે નહિ કરતાં પોતાની મેળે
પ્રાયશ્ચિત્ત લઈ લે, પરંતુ દોષ પ્રગટ કરવાનો અભિપ્રાય ન હોય, તે
તત્સેવીદોષ છે.
આવા દશ દોષરહિત સરળચિત્ત બની બાળકની માફક આલોચના
કરે.
जं किं पि तेण दिण्णं तं सव्वं सो करेदि सद्धाए ।
णो पुणु हियए संकदि किं थोवं किं पि बहुयं वा ।।४५३।।
यत् किमपि तेन दत्तं तत् सर्वंः सः करोति श्रद्धया ।
नो पुनः हृदये शंकते किं स्तोकं किमपि बहुकं वा ।।४५३।।
અર્થઃ — દોષની આલોચના કર્યા પછી આચાર્યે જે કાંઈ પ્રાયશ્ચિત્ત
આપ્યું હોય તે બધુંય શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે પણ હૃદયમાં એવી શંકા
– સંદેહ ન રાખે કે આ આપેલું પ્રાયશ્ચિત્ત થોડું છે કે ઘણું છે?
ભાવાર્થઃ — તત્ત્વાર્થસૂત્રમાં પ્રાયશ્ચિત્તના નવ ભેદ કહ્યા છે
– આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર
અને ઉપસ્થાપના. ત્યાં દોષને યથાવત્ કહેવો તે આલોચના છે, દોષને
મિથ્યા કરાવવો તે પ્રતિક્રમણ છે, આલોચન – પ્રતિક્રમણ બંને કરાવવાં તે
તદુભય છે, ભવિષ્યનો ત્યાગ કરાવવો તે વિવેક છે, કાયોત્સર્ગ કરાવવો
તે વ્યુત્સર્ગ છે, અનશનાદિ તપ કરાવવો તે તપ છે, દીક્ષા છેદન કરવી
અર્થાત્ ઘણા દિવસના દીક્ષિતને થોડા દિવસનો કરવો તે છેદ છે, સંઘ
બહાર કરવો તે પરિહાર છે, તથા ફરીથી નવેસરથી દીક્ષા આપવી તે
ઉપસ્થાપના છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત નવ પ્રકારથી છે તથા તેમના પણ
દ્વાદશ તપ ][ ૨૬૧