Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 456-458.

< Previous Page   Next Page >


Page 263 of 297
PDF/HTML Page 287 of 321

 

દ્વાદશ તપ ][ ૨૬૩

विणओ पंचपयारो दंसणणाणे तहा चरित्ते य
बारसभेयम्मि तवे उवयारो बहुविहो णेओ ।।४५६।।
विनयः पंचप्रकारः दर्शनज्ञाने तथा चारित्रे च
द्वादशभेदे तपसि उपचारः बहुविधः ज्ञेयः ।।४५६।।

અર્થઃવિનયના પાંચ પ્રકાર છે. દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો, બાર ભેદરૂપ તપનો વિનય તથા બહુવિધ ઉપચારવિનય.

दंसणणाणचरित्ते सुविशुद्धो जो हवेइ परिणामो
बारसभेदे वि तवे सो च्चिय विणओ हवे तेसिं ।।४५७।।
दर्शनज्ञानचारित्रे सुविशुद्धः यः भवति परिणामः
द्वादशभेदे अपि तपसि सः एव विनयः भवेत् तेषाम् ।।४५७।।

અર્થઃદર્શન-જ્ઞાન-ચારિત્રમાં તથા બાર ભેદરૂપ તપમાં જે વિશુદ્ધપરિણામ થાય છે તે જ તેમનો વિનય છે.

ભાવાર્થઃસમ્યગ્દર્શનના શંકાદિક અતિચારરહિત પરિણામ થાય તે દર્શનવિનય છે, જ્ઞાનનો સંશયાદિરહિત પરિણામે અષ્ટાંગ અભ્યાસ કરવો તે જ્ઞાનવિનય છે, અતિચારરહિત અહિંસાદિ પરિણામપૂર્વક ચારિત્રનું પાલન કરવું તે ચારિત્રવિનય છે, એ જ પ્રમાણે તપોનાં ભેદોને નિરખીદેખી નિર્દોષ તપ પાલન કરવું તે તપવિનય છે.

रयणत्तयजुत्ताणं अणुकूलं जो चरेदि भत्तीए
भिच्चो जह रायाणं उवयारो सो हवे विणओ ।।४५८।।
रत्नत्रययुक्तानां अनुकूलं यः चरति भक्त्या
भृत्यः यथा राज्ञां उपचारः सः भवेत् विनयः ।।४५८।।

અર્થઃસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયના ધારક મુનિજનોનું અનુકૂળ ભક્તિપૂર્વક અનુચરણ કરે, જેમ રાજાનો નોકર રાજાને અનુકૂળ પ્રવર્તે છે તેમ, તે ઉપચારવિનય છે.

ભાવાર્થઃજેમ રાજાનો ચાકરકિંકરલોક રાજાને અનુકૂળ