પ્રવર્તે છે, તેની આજ્ઞા માન્ય કરે છે, તેના હુકમ પ્રમાણે પ્રવર્તે છે, તેને
પ્રત્યક્ષ જોઈ ઉભા થઈ – સન્મુખ જવું – હાથ જોડવા – પ્રણામ કરવા – તે
ચાલે ત્યારે તેની પાછળ પાછળ ચાલવું – અને તેના પોષકાદિ ઉપકરણ
સંભાળવાં (એ આદિ જેમ તે ચાકર કરે છે) તેમ જ મુનિજનોની
ભક્તિ, તેમનો વિનય, તેમની આજ્ઞાનું પાલન, તેમને પ્રત્યક્ષ જોઈ ઊભા
થઈ સન્મુખ જવું, હાથ જોડવા, પ્રણામ કરવા, તે ચાલે ત્યારે પાછળ
પાછળ ચાલવું તથા તેમનાં ઉપકરણ સંભાળવાં ઇત્યાદિક તેમનો વિનય
કરવો તે ઉપચારવિનય છે.
હવે બે ગાથામાં વૈયાવૃત્ત્યતપ કહે છેઃ —
जो उवयरदि जदीणं उवसग्गजराइखीणकायाणं ।
पूयादिसु णिरवेक्खं वेज्जावच्चं तवो तस्स ।।४५९।।
यः उपचरित यतीनां उपसर्गजरादिक्षीणकायानाम् ।
पूजादिषु निरपेक्षं वैयावृत्त्यं तपः तस्य ।।४५९।।
અર્થઃ — કોઈ મુનિ-યતિ ઉપસર્ગથી પીડિત હોય તથા વૃદ્ધાવસ્થા
વા રોગાદિકથી ક્ષીણકાય હોય તેમનો પોતાની ચેષ્ટાથી, ઉપદેશથી તથા
અલ્પ વસ્તુથી ઉપકાર કરે તેને વૈયાવૃત્ત્ય નામનું તપ હોય છે. તે કેવી
રીતે કરે? પોતે પોતાનાં પૂજા – મહિમાદિની અપેક્ષા – વાંચ્છા રહિત જેમ
બની શકે તેમ કરે.
ભાવાર્થઃ — પોતે નિસ્પૃહ બનીને મુનિજનોની ચાકરી કરે તે
વૈયાવૃત્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ્ય, ગ્લાન, ગણ, કૂલ, સંઘ,
સાધુ અને મનોજ્ઞ એ દશ પ્રકારના યતિપુરુષો વૈયાવૃત્ત્ય કરવા યોગ્ય કહ્યા
છે. તેમનું યથાયોગ્ય, પોતાની શક્તિની વૃદ્ધિ માટે વૈયાવૃત્ત્ય કરે.
जो वावरइ सरूवे समदमभावम्मि सुद्धिउवजुत्तो ।
लोयववहारविरदो वेज्जावच्चं परं तस्स ।।४६०।।
यः व्यावृणोति स्वरूपे शमदमभावे शुद्धयुपयुक्तः ।
लोकव्यवहारविरतः वैयावृत्त्यं परं तस्य ।।४६०।।
૨૬૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા