અર્થઃ — જે મુનિ શમદમભાવરૂપ પોતાના આત્મસ્વરૂપમાં
શુદ્ધોપયોગથી યુક્ત થઈને પ્રવર્તે છે તથા લોકવ્યવહારરૂપ બાહ્ય
વૈયાવૃત્યથી જે વિરક્ત છે તેમને ઉત્કૃષ્ટ (નિશ્ચય) વૈયાવૃત્ત્ય હોય છે
ભાવાર્થઃ — શમ એટલે રાગ-દ્વેષરહિત સામ્યભાવ તથા દમ
એટલે ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, એવા જે શમદમરૂપ પોતાના
આત્મસ્વરૂપમાં જે મુનિ તલ્લીન હોય છે, તેમને લોકવ્યવહારરૂપ બાહ્ય-
વૈયાવૃત્ત્ય શા માટે હોય? તેમને તો નિશ્ચયવૈયાવૃત્ય જ હોય છે.
શુદ્ધોપયોગી મુનિજનોની આ રીત છે.
હવે છ ગાથાઓમાં સ્વાધ્યાયતપને કહે છેઃ —
परतत्तीणिरवेक्खो दुट्ठवियप्पाण णासणसमत्थो ।
तच्चविणिच्छयहेदू सज्झाओ झाणसिद्धियरो ।।४६१।।
परतातिनिरपेक्षः दुष्टविकल्पानां नाशनसमर्थः ।
तत्त्वविनिश्चयहेतुः स्वाध्यायः ध्यानसिद्धिकरः ।।४६१।।
અર્થઃ — જે મુનિ પરનિન્દામાં નિરપેક્ષ છે – વાંચ્છારહિત છે તથા
મનના દુષ્ટ – ખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે તેમને તત્ત્વનો
નિશ્ચય કરવાના કારણરૂપ તથા ધ્યાનની સિદ્ધિ કરવાવાળું સ્વાધ્યાય
નામનું તપ હોય છે.
ભાવાર્થઃ — જે પરનિંદા કરવામાં પરિણામ રાખે છે તથા મનમાં
આર્ત્ત – રૌદ્રધ્યાનરૂપ ખોટા વિકલ્પો ચિંતવન કર્યા કરે, તેનાથી
શાસ્ત્રાભ્યાસરૂપ સ્વાધ્યાય શી રીતે થાય? માટે એ સર્વ છોડીને જે
સ્વાધ્યાય કરે તેને તત્ત્વનો નિશ્ચય તથા ધર્મ – શુક્લધ્યાનની સિદ્ધિ થાય.
એવું સ્વાધ્યાયતપ છે.
पूयादिसु णिरवेक्खो जिणसत्थं जो पढेइ भत्तीए ।
कम्ममलसोहणट्ठं सुयलाहो सुहयरो तस्स ।।४६२।।
पूजादिषु निरपेक्षः जिनशास्त्रं यः पठति भक्त्या ।
कर्ममलशोधनार्थं श्रुतलाभः सुखकरः तस्य ।।४६२।।
દ્વાદશ તપ ][ ૨૬૫