અર્થઃ — જે મુનિ પોતાના આત્માને જ્ઞાનસ્વરૂપ અને શરીરથી
ભિન્ન જાણતો નથી તે આગમનો પાઠ કરે છે તોપણ શાસ્ત્રને જાણતો નથી.
ભાવાર્થઃ — જે મુનિ શરીરથી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપ આત્માને
જાણતો નથી તે ઘણો શાસ્ત્રાભ્યાસ કરે છે તોપણ અભ્યાસ વિનાનો જ
છે. શાસ્ત્રાભ્યાસનો સાર તો એ છે કે પોતાનું સ્વરૂપ જાણી રાગ
-દ્વેષરહિત થવું. હવે જો શાસ્ત્ર ભણીને પણ જો એમ ન થયું તો તે
શું ભણ્યો? પોતાનું સ્વરૂપ જાણી તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાયતપ
છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પ્રમાણે
પાંચે પ્રકારનો વ્યવહાર સ્વાધ્યાય છે અને તે વ્યવહાર પણ નિશ્ચયના
માટે હોય તો તે વ્યવહાર સાચો છે; બાકી તો નિશ્ચય વિનાનો વ્યવહાર
થોથું છે.
હવે વ્યુત્સર્ગતપ કહે છેેઃ —
जल्लमललित्तगत्तो दुस्सहवाहीसु णिप्पडीयारो ।
मुहधोवणादिविरओ भोयणसेज्जादिणिरवेक्खो ।।४६७।।
ससरूवचिंतणरओ दुज्जणसुयणाण जो हु मज्झत्थो ।
देहे वि णिम्ममत्तो काओसग्गो तवो तस्स ।।४६८।।
जल्लमललिप्तगात्रः दुःसहव्याधिषु निःप्रतीकारः ।
मुखधोवनादिविरतः भोजनशय्यादिनिरपेक्षः ।।४६७।।
स्वस्वरूपचिन्तनरतः दुर्जनसज्जनानां यः स्फु टं मध्यस्थः ।
देहे अपि निर्ममत्वः कायोत्सर्गः तपः तस्य ।।४६८।।
અર્થઃ — જે મુનિ જલ્લ અર્થાત્ પરસેવો તથા મળથી લિપ્ત
શરીરયુક્ત હોય, સહન ન થઈ શકે એવો તીવ્ર રોગ થવા છતાં પણ
તેનો પ્રતિકાર – ઇલાજ કરે નહિ, મુખ ધોવું આદિ શરીરનો સંસ્કાર ન
કરે, ભોજન – શૈય્યાદિની વાંચ્છા ન કરે, પોતાના સ્વરૂપ – ચિંતવનમાં રત
– લીન હોય, દુર્જન – સજ્જનમાં મધ્યસ્થ હોય, શત્રુ – મિત્ર બંનેને બરાબર
૨૬૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા