દ્વાદશ તપ ][ ૨૬૯ જાણે, ઘણું શું કહીએ, દેહમાં પણ મમત્વ રહિત હોય, તેમને કાયોત્સર્ગ નામનું તપ હોય છે. મુનિ કાયોત્સર્ગ કરે ત્યારે સર્વ બાહ્યાભ્યંતરપરિગ્રહનો ત્યાગ કરી, સર્વ બાહ્ય આહારવિહારાદિ ક્રિયાથી પણ રહિત થઈ, કાયાથી મમત્વ છોડી, માત્ર પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં રાગ-દ્વેષરહિત શુદ્ધોપયોગરૂપ થઈ તલ્લીન થાય છે; તે વેળા ભલે અનેક ઉપસર્ગ આવે, રોગ આવે તથા કોઈ શરીરને કાપી જાય, છતાં તેઓ સ્વરૂપથી ચલિત થતા નથી તથા કોઈથી રાગ-દ્વેષ ઊપજાવતા નથી; તેમને કાયોત્સર્ગતપ કહે છે.
અર્થઃ — જે મુનિ દેહપાલનમાં તત્પર હોય, ઉપકરણાદિમાં વિશેષ આસક્ત હોય, લોકરંજન કરવા માટે બાહ્યવ્યવહારમાં લીન હોય – તત્પર હોય તેને કાયોત્સર્ગતપ ક્યાંથી હોય?
ભાવાર્થઃ — જે મુનિ ‘લોકો જાણે કે આ મુનિ છે’ એમ વિચારી બાહ્યવ્યવહાર પૂજા – પ્રતિષ્ઠાદિ તથા ઇર્યાસમિતિ આદિ ક્રિયામાં તત્પર હોય, આહારાદિ વદે દેહપાલન કરવું, ઉપકરણાદિની વિશેષ સાર – સંભાળ કરવી, તથા શિષ્યજનાદિથી ઘણી મમતા રાખી પ્રસન્ન થવું ઇત્યાદિમાં લીન હોય, પણ જેને પોતાના આત્મસ્વરૂપનો યથાર્થ અનુભવ નથી તથા તેમાં કદી પણ તલ્લીન થતો જ નથી, અને કાયોત્સર્ગ પણ કરે તો ઊભા રહેવું આદિ બાહ્યવિધાન પણ કરી લે છતાં તેને કાયોત્સર્ગતપ કહેતા નથી (કારણ કે – ) નિશ્ચય વિનાનો બાહ્યવ્યવહાર નિરર્થક છે.
હવે ધ્યાન નામના તપનું વિસ્તારથી વર્ણન કરે છેઃ —