Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 477.

< Previous Page   Next Page >


Page 273 of 297
PDF/HTML Page 297 of 321

 

background image
અર્થઃજે પુરુષ પરની વિષયસામગ્રી હરવાના સ્વભાવવાળો
હોય, પોતાની વિષયસામગ્રીની રક્ષા કરવામાં પ્રવીણ હોય તથા એ બંને
કાર્યોમાં નિરંતર ચિત્ત તલ્લીન રાખ્યા કરે તે પુરુષને એ પણ રૌદ્રધ્યાન
જ છે.
ભાવાર્થઃપરસંપદા ચોરવામાં પ્રવીણ હોય, ચોરી કરીને હર્ષ
માને, પોતાની વિષયસામગ્રી રાખવાનો અતિ પ્રયત્ન કરે, તેની રક્ષા
કરીને ખુશી થાય; એ પ્રમાણે આ (ચૌર્યાનંદ તથા વિષયસંરક્ષણાનંદ) બે
ભેદ પણ રૌદ્રધ્યાનના છે. આ ચારે ભેદરૂપ રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયના
યોગથી થાય છે
મહા પાપરૂપ છે તથા મહા પાપબંધના કારણરૂપ છે.
ધર્માત્મા પુરુષ એવા ધ્યાનને દૂરથી જ છોડે છે. જેટલાં કોઈ જગતને
ઉપદ્રવનાં કારણો છે તેટલાં રૌદ્રધ્યાનયુક્ત પુરુષથી બને છે. જે પાપ કરી
ઉલટો હર્ષ માને
સુખ માને તેને ધર્મોપદેશ પણ લાગતો નથી, તે તો
અચેત જેવો અતિ પ્રમાદી બની પાપમાં જ મસ્ત રહે છે.
હવે ધર્મધ્યાન કહે છેઃ
बिण्णि वि असुहे झाणे पावणिहाणे य दुक्खसंताणे
णच्चा दूरे वज्जह धम्मे पुण आयरं कुणह ।।४७७।।
द्वे अपि अशुभे ध्याने पापनिधाने च दुःखसन्ताने
ज्ञात्वा दूरे वर्जत धर्मे पुनः आदरं कुरुत ।।४७७।।
અર્થઃહે ભવ્યપ્રાણી! આ બંને આર્તરૌદ્રધ્યાન અશુભ છે.
એનો, પાપનાં નિધાનરૂપ અને દુઃખનાં સંતાનરૂપ જાણી, દૂરથી જ ત્યાગ
કરો અને ધર્મધ્યાનમાં આદર કરો!
ભાવાર્થઃઆર્ત્તરૌદ્ર બંને ધ્યાન અશુભ છે, પાપથી ભરેલાં
છે અને એમાં દુઃખની જ પરંપરા ચાલ્યા કરે છે; માટે એનો ત્યાગ
કરી ધર્મધ્યાન કરવાનો શ્રીગુરુનો ઉપદેશ છે.
હવે ધર્મનું સ્વરૂપ કહે છેઃ
દ્વાદશ તપ ][ ૨૭૩