વેદતો નથી અને તેને જ ધર્મધ્યાન હોય છે. તેનું મૂળ કારણ સંસાર
– દેહ – ભોગથી વૈરાગ્ય છે, કારણ કે વૈરાગ્ય વિના ધર્મમાં ચિત્ત થંભતું
નથી.
सुविसुद्धरायदोसो बाहिरसंकप्पवज्जिओ धारो ।
एयग्गमणो संतो जं चिंतइ तं पि सुहज्झाणं ।।४८०।।
सुविशुद्धरागद्वेषः बाह्यसंकल्पवर्जितः धीरः ।
एकाग्रमनाः सन् यत् चिन्तयति तदपि शुभध्यानम् ।।४८०।।
અર્થઃ — જે પુરુષ રાગ-દ્વેષરહિત થઈ, બાહ્યસંકલ્પોથી છૂટી,
ધીરચિત્તથી એકાગ્રમનવાળો થઈ જે ચિંતવન કરે છે, તે પણ શુભધ્યાન
છે.
ભાવાર્થઃ — જે રાગ-દ્વેષમયી પરવસ્તુ સંબંધી સંકલ્પ છોડી —
કોઈનો ચળાવ્યો પણ ન ચળે એવો એકાગ્રચિત્ત બની ચિંતવન કરે છે
તે પણ શુભધ્યાન છે.
ससरूवसमुब्भासो णट्ठममत्तो जिदिंदिओ संतो ।
अप्पाणं चिंतंतो सुहझाणरओ हवे साहू ।।४८१।।
स्वस्वरूपसमुद्भासः नष्टममत्वः जितेन्द्रियः सन् ।
आत्मानं चिन्तयन् शुभध्यानरतः भवेत् साधुः ।।४८१।।
અર્થઃ — જે સાધુ, પોતાના સ્વસ્વરૂપનો સમુદ્ભાસ એટલે
પ્રગટતા થઈ છે જેને એવો થયો થકો, પરદ્રવ્યમાં નષ્ટ થયું છે મમત્વ
જેને એવો બનીને, જીત્યા છે ઇન્દ્રિયવિષય જેણે એવો થઈ એક આત્માનું
ચિંતવન કરતો થકો પ્રવર્તે છે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે.
ભાવાર્થઃ — જેને પોતાના સ્વસ્વરૂપનો પ્રતિભાસ થયો હોય, જે
પરદ્રવ્યમાં મમત્વ ન કરતો હોય, અને ઇન્દ્રિયોને વશ કરે, એ પ્રમાણે
જે આત્માનું ચિંતવન કરે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે. બીજાને
શુભ ધ્યાન હોતું નથી.
દ્વાદશ તપ ][ ૨૭૫