वज्जियसयलवियप्पो अप्पसरूवे मणं णिरुंधंतो ।
जं चिंतदि साणंदं तं धम्मं उत्तमं झाणं ।।४८२।।
वर्जितसकलविकल्पः आत्मस्वरूपे मनः निरुन्धन् ।
यत् चिन्तयति सानन्दं तत् धर्म्यं उत्तमं ध्यानम् ।।४८२।।
અર્થઃ — જે બધાય અન્ય વિકલ્પોને છોડી, આત્મસ્વરૂપમાં મનને
રોકી આનંદ સહિત ચિંતવન હોય તે ઉત્તમ ધર્મધ્યાન છે.
ભાવાર્થઃ — સમસ્ત અન્ય વિકલ્પરહિત આત્મસ્વરૂપમાં મનને
સ્થિર કરવાથી જે આનંદરૂપ ચિંતવન કહે છે તે ઉત્તમ ધર્મધ્યાન છે.
અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર ધર્મધ્યાનનું વિશેષ કથન કર્યું છે;
તેને સંક્ષેપમાં લખીએ છીએઃ —
ધર્મધ્યાનના ચાર ભેદ કહ્યા છે. આજ્ઞાવિચય, અપાયવિચય,
વિપાકવિચય, તથા સંસ્થાનવિચય. ત્યાં જીવાદિક છ દ્રવ્ય, પંચાસ્તિકાય,
સાત તત્ત્વ અને નવ પદાર્થોનાં વિશેષ સ્વસ્વરૂપ – વિશિષ્ટ ગુરુના
અભાવથી તથા પોતાની મંદબુદ્ધિવશ પ્રમાણ-નય નિક્ષેપથી સાધી શકાય
એવું (સ્વરૂપ) જાણ્યું ન જાય ત્યારે એવું શ્રદ્ધાન કરે કે ‘જે
સર્વજ્ઞવીતરાગદેવે કહ્યું છે તે મારે પ્રમાણ છે’ એ પ્રમાણે આજ્ઞા માની
તે અનુસાર પદાર્થોમાં ઉપયોગને સ્થિર કરે તે આજ્ઞાવિચય-ધર્મધ્યાન૧ છે.
‘અપાય’ નામ નાશનું છે. ત્યાં જેમ કર્મોનો નાશ થાય તેમ
ચિંતવે, મિથ્યાત્વભાવ એ ધર્મમાં વિધ્નનું કારણ છે તેનું ચિંતવન રાખે
અર્થાત્ તે પોતાનામાં ન થવા દેવાનું અને પરને મટવાનું ચિંતવન રાખે
તે અપાયવિચય છે.
‘વિપાક’ નામ કર્મના ઉદયનું છે. ત્યાં જેવો કર્મનો ઉદય થાય
તેના તેવા સ્વરૂપનું ચિંતવન કરે તે વિપાકવિચય છે.
૨૭૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
१.सूक्ष्मं जिनोदितं तत्त्वं हेतुभिर्नैव हन्यते ।
आज्ञासिद्धं तु तद्गाह्यं नान्यथावादिनो जिनाः ।।