દ્વાદશ તપ ][ ૨૭૭
અને લોકના સ્વરૂપનું ચિંતવન કરે તે સંસ્થાનવિચય છે. વળી આ ધર્મધ્યાન દશપ્રકારથી પણ કહ્યું છે – અપાયવિચય, ઉપાયવિચય, જીવવિચય, આજ્ઞાવિચય, વિપાકવિચય, અજીવવિચય, હેતુવિચય, વિરાગવિચય, ભવવિચય અને સંસ્થાનવિચય. એ પ્રમાણે દશેનું ચિંતવન છે તે આ ચારે ભેદોના વિશેષભેદ છે. વળી પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત — એવા ચાર ભેદરૂપ પણ ધર્મધ્યાન હોય છે.૧ ત્યાં પદ તો અક્ષરોના સમુદાયનું નામ છે અને તે પરમેષ્ઠીવાચક અક્ષર છે જેની મંત્ર સંજ્ઞા છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ઠીનું ચિંતવન કરે ત્યાં તે અક્ષરમાં એકાગ્રચિત્ત થાય તેનું ધ્યાન કહે છે. ત્યાં નમોકારમંત્રના પાંત્રીસ૨ અક્ષરો પ્રસિદ્ધ છે; તેમાં મનને જોડે તથા તે જ મંત્રના ભેદરૂપ ટૂંકામાં સોળ અક્ષરો છે. ‘અરહંત – સિદ્ધ – આયરિય – ઉવઝાય – સાહૂદ૩’ એ સોળ અક્ષર છે તથા તેના જ ભેદરૂપ ‘અરિહંત – સિદ્ધ’ એ છ અક્ષર છે અને તેના જ સંક્ષેપમાં ‘અ – સિ – આ – ઉ – સા’ એ આદિ અક્ષરરૂપ પાંચ અક્ષર છે. અરિહંત એ ચાર અક્ષર છે, ‘સિદ્ધ’ વા ‘અર્હં’ એ બે અક્ષર છે. ૐ એ એક અક્ષર છે. તેમાં પરમેષ્ઠીના સર્વ આદિ અક્ષરો છે. અરહંતનો अ, અશરીરી જે સિદ્ધ તેનો अ, આચાર્યનો आ, ઉપાધ્યાયનો उ, અને મુનિનો म्, એ પ્રમાણે अ + अ + आ + उ + म् = ॐ૪’ એવો ધ્વનિ સિદ્ધ થાય છે. એ મંત્રવાક્યોને ઉચ્ચારણરૂપ કરી મનમાં તેનું ચિંતવનરૂપ ધ્યાન કરે, એનો વાચ્ય અર્થ જે પરમેષ્ઠી તેનું અનંતજ્ઞાનાદિ સ્વરૂપ વિચારી ધ્યાન કરે તથા અન્ય પણ બાર હજાર શ્લોકપ્રમાણ નમસ્કારગ્રંથ અનુસાર