તથા લઘુબૃહદ્દસિદ્ધચક્ર અને પ્રતિષ્ઠાગ્રંથોમાં મંત્રો કહ્યા છે તેનું ધ્યાન કરે.
એ મંત્રોનું કેટલુંક કથન સંસ્કૃત-ટીકામાં છે ત્યાંથી જાણવું, અહીં તો માત્ર
સંક્ષેપમાં લખ્યું છે. એ પ્રમાણે પદસ્થધ્યાન છે.
વળી ‘પિંડ’ નામ શરીરનું છે, ત્યાં પુરુષાકાર અમૂર્તિક
અનંતચતુષ્ટયયુક્ત જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું આત્માનું ચિંતવન કરવું
તે પિંડસ્થધ્યાન છે.
વળી ‘રૂપ’ અર્થાત્ સમવસરણમાં ઘાતિકર્મ રહિત, ચોત્રીસ
અતિશય અને આઠ પ્રાતિહાર્ય સહિત, અનંતચતુષ્ટયમંડિત, ઇન્દ્રાદિ દેવો
દ્વારા પૂજ્ય તથા પરમૌદારિકશરીરયુક્ત એવા અરિહંતને ધ્યાવે, તથા
એવો જ સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરીને પોતાને ધ્યાવે તે
રૂપસ્થધ્યાન છે.
વળી દેહ વિના, બાહ્ય અતિશયાદિ વિના, સ્વ-પરના ધ્યાતા – ધ્યાન
– ધ્યેયના ભેદ વિના, સર્વ વિકલ્પરહિત પરમાત્મસ્વરૂપમાં તલ્લીનતાને
પ્રાપ્ત થાય તે રૂપાતીતધ્યાન છે. આવું ધ્યાન સાતમા ગુણસ્થાનમાં હોય
ત્યારે મુનિ શ્રેણિ માંડે છે, તથા આ ધ્યાન વ્યક્ત રાગ સહિત ચોથા
ગુણસ્થાનથી માંડી સાતમા ગુણસ્થાન સુધી અનેક ભેદરૂપ પ્રવર્તે છે.
હવે પાંચ ગાથામાં શુકલધ્યાન કહે છેઃ —
जत्थ गुणा सुविशुद्धा उवसमखमणं च जत्थ कम्माणं ।
लेसा वि जत्था सुक्का तं सुक्कं भण्णदे झाणं ।।४८३।।
यत्र गुणाः सुविशुद्धाः उपशमक्षपणं च यत्र कर्मणाम् ।
लेश्या अपि यत्र शुक्ला तत् शुक्लं भण्यते ध्यानम् ।।४८३।।
અર્થઃ — જ્યાં, વ્યક્ત કષાયના અનુભવ રહિત ભલા પ્રકારથી,
જ્ઞાનોપયોગાદિ ગુણો વિશુદ્ધ – ઉજ્જ્વલ હોય, કર્મોનો જ્યાં ઉપશમ કે ક્ષય
હોય તથા જ્યાં લેશ્યા પણ શુકલ જ હોય તેને શુક્લધ્યાન કહે છે.
ભાવાર્થઃ — આ સામાન્યપણે શુક્લધ્યાનનું સ્વરૂપ કહ્યું. વિશેષ
૨૭૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા