દ્વાદશ તપ ][ ૨૭૯ હવે કહે છે. વળી કર્મોનું ઉપશમન તથા ક્ષપણાનું વિધાન અન્ય ગ્રંથાનુસાર ટીકાકારે લખ્યું છે તે પણ હવે કહીશું.
અર્થઃ — ઉપશમ તથા ક્ષપક એ બંને શ્રેણીમાં આરૂઢ થતો થકો સમયે સમયે કર્મોને ઉપશમ તથા ક્ષયરૂપ કરી અનંતગુણી વિશુદ્ધતાથી શુદ્ધ થતો થકો મુનિ પ્રથમ પૃથક્ત્વવિતર્કવિચાર નામનું શુક્લધ્યાન ધ્યાવે છે.
ભાવાર્થઃ — પ્રથમ મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીકષાયની ચાર પ્રકૃતિઓનો ઉપશમ વા ક્ષય કરી સમ્યગ્દ્રષ્ટિ થાય, પછી અપ્રમત્તગુણસ્થાનમાં સાતિશય વિશુદ્ધતા સહિત થઈ શ્રેણીનો આરંભ કરે ત્યારે અપૂર્વકરણગુણસ્થાન થઈ ત્યાં શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે. ત્યાં જો મોહની પ્રકૃતિઓને ઉપશમાવવાનો પ્રારંભ કરે તો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસાંપરાય એ ત્રણ ગુણસ્થાનોમાં સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થકો મોહનીયકર્મની એકવીશ પ્રકૃતિઓને ઉપશમાવી ઉપશાંતકષાયગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, અને જો મોહની પ્રકૃતિઓને ક્ષપાવવાનો પ્રારંભ કરે તો આ ત્રણે ગુણસ્થાનમાં મોહની એકવીસ પ્રકૃતિઓને સત્તામાંથી નાશ કરી ક્ષીણકષાય નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ત્યાં પૃથક્ત્વવિતર્કવિચાર નામનો શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. પૃથક્ એટલે જુદા જુદા, વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના અક્ષરો તથા વિચાર એટલે અર્થનું, વ્યંજન અર્થાત્ અક્ષરરૂપ વસ્તુના નામનું તથા મન-વચન-કાયાના યોગનું પલટવું. એ બધું આ પહેલા શુક્લધ્યાનમાં થાય છે, ત્યાં અર્થ તો દ્રવ્ય-ગુણ -પર્યાયની પલટના છે અર્થાત્ દ્રવ્યથી દ્રવ્યાન્તર, ગુણથી ગુણાન્તર અને