પર્યાયથી પર્યાયાન્તર છે. એ જ પ્રમાણે વર્ણથી વર્ણાન્તર તથા યોગથી
યોગાન્તર છે.
પ્રશ્નઃ — ધ્યાન તો એકાગ્રચિંતાનિરોધ છે પણ પલટવાને ધ્યાન
કેમ કહી શકાય?
સમાધાનઃ — જેટલી વાર એક (જ્ઞેય) ઉપર ઉપયોગ સ્થિર થાય
તે તો ધ્યાન છે અને ત્યાંથી પલટાઈ બીજા જ્ઞેય ઉપર સ્થિર થયો તે
પણ ધ્યાન છે. એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. અહીં
એ સંતાનની જાતિ એક છે એ અપેક્ષા લેવી. વળી ઉપયોગ પલટાય
છે ત્યાં ધ્યાતાને પલટાવવાની ઇચ્છા નથી. જો ઇચ્છા હોય તો તે રાગ
સહિત હોવાથી આ પણ ધર્મધ્યાન જ ઠરે. અહીં અવ્યક્ત રાગ છે તે
પણ કેવળજ્ઞાનગમ્ય છે, આ ધ્યાતાના જ્ઞાનને ગમ્ય નથી. પોતે
શુદ્ધોપયોગરૂપ બન્યો થકો એ પલટનાનો પણ જ્ઞાતા જ છે અને પલટાવું
એ ક્ષયોપશમજ્ઞાનનો સ્વભાવ છે. એ ઉપયોગ ઘણો વખત એકાગ્ર રહેતો
નથી. તેને ‘શુક્લ’ એવું નામ રાગ અવ્યક્ત થવાથી જ કહ્યું છે.
હવે શુક્લધ્યાનનો બીજો ભેદ કહે છેઃ —
णीसेसमोहविलए खीणकसाए य अंतिमे काले ।
ससरूवम्मि णिलीणो सुक्कं झाएदि एयत्तं ।।४८५।।
निःशेषमोहविलये क्षीणकषाये च अन्तिमे काले ।
स्वस्वरूपे निलीनः शुक्लं ध्यायति एकत्वम् ।।४८५।।
અર્થઃ — સમસ્ત મોહકર્મનો નાશ થતાં ક્ષીણકષાય ગુણસ્થાનના
અંતસમયમાં પોતાના સ્વરૂપમાં તલ્લીન થતો થકો આત્મા
એકત્વવિતર્કઅવિચાર નામના બીજા શુક્લધ્યાનને ધ્યાવે છે.
ભાવાર્થઃ — પ્રથમના પૃથક્ત્વવિતર્કવિચારશુક્લધ્યાનમાં ઉપયોગ
પલટાતો હતો તે પલટાવું અહીં અટકી ગયું. અહીં એક દ્રવ્ય, એક ગુણ,
એક પર્યાય, એક વ્યંજન અને એક યોગ ઉપર ઉપયોગ સ્થિર થઈ
ગયો. પોતાના સ્વરૂપમાં લીન તો છે જ પરંતુ હવે ઘાતિકર્મનો નાશ કરી
૨૮૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા