जोगविणासं किच्चा कम्मचउक्कस्स खवणकरणट्ठं ।
जं झायदि अजोगिजिणो णिक्किरियं तं चउत्थं च ।।४८७।।
योगविनाशं कृत्वा कर्मचतुष्कस्य क्षपणकरणार्थम् ।
यत् ध्यायति अयोगिजिनः निष्कियं तत् चतुर्थं च ।।४८७।।
અર્થઃ — યોગોની પ્રવૃત્તિનો અભાવ કરી જ્યારે કેવળીભગવાન
અયોગીજિન થાય છે, ત્યારે અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિઓ જે સત્તામાં
રહી છે તેનો ક્ષય કરવા અર્થે જે ધ્યાવે છે તે વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામનું
ચોથું શુક્લધ્યાન છે
ભાવાર્થઃ — ચૌદમા અયોગીજિનગુણસ્થાનની સ્થિતિ પાંચ લઘુ
અક્ષર (अ-इ-उ-ऋ-लृ) પ્રમાણ છે. ત્યાં યોગોની પ્રવૃત્તિનો અભાવ છે અને
અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિ સત્તામાં રહી છે, તેના નાશનું કારણ આ
યોગોનું રોકાવું છે, તેથી તેને ધ્યાન કહ્યું છે. તેરમા ગુણસ્થાનની માફક
અહીં પણ ધ્યાનનો ઉપચાર સમજવો, કારણ કે ઇચ્છાપૂર્વક ઉપયોગને
થંભાવવારૂપ ધ્યાન અહીં નથી. એ કર્મપ્રકૃતિઓનાં નામ તથા અન્ય
પણ વિશેષ કથન બીજા ગ્રંથો અનુસાર છે તે સંસ્કૃતટીકાથી જાણી લેવાં.
એ પ્રમાણે ધ્યાન નામના તપનું સ્વરૂપ કહ્યું.
હવે તપના કથનને સંકોચે છેઃ —
एसो बारसभेओ उग्गतवो जो चरेदि उवजुत्तो ।
सो खविय कम्मपुंजं मुत्तिसुहं अक्खयं लहदि ।।४८८।।
एतत् द्वादशभेदं उग्रतपः यः चरति उपयुक्तः ।
सः क्षपयित्वा कर्मपुञ्जं मुक्तिसुखं अक्षयं लभते ।।४८८।।
અર્થઃ — આ બાર પ્રકારનાં તપ કહ્યાં તેમાં ઉપયોગને લગાવી
જે મુનિ ઉગ્ર – તીવ્ર તપનું આચરણ કરે છે તે મુનિ કર્મપુંજનો ક્ષય કરીને
મોક્ષસુખને પ્રાપ્ત થાય છે. કેવું છે મોક્ષસુખ? જે અક્ષય – અવિનાશી છે.
ભાવાર્થઃ — તપથી કર્મનિર્જરા થાય છે તથા સંવર થાય છે અને
૨૮૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા