દ્વાદશ તપ ][ ૨૮૩ એ (નિર્જરા તથા સંવર) બંને મોક્ષનાં કારણ છે. જે મુનિવ્રત લઈને બાહ્ય – અભ્યંતરભેદથી કહેલાં આ તપને તે જ વિધાનપૂર્વક આચરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે અને ત્યારે જ કર્મોનો અભાવ થાય છે. તેનાથી જ અવિનાશી બાધારહિત આત્મીયસુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ બાર પ્રકારનાં તપના ધારક તથા આ તપનાં ફળને પામે છે તેવા સાધુ ચાર પ્રકારના કહ્યા છે — અણગાર, યતિ, મુનિ અને ૠષિ. તેમાં ગૃહવાસના ત્યાગી અને મૂળગુણોના ધારક સામાન્ય સાધુને અણગાર કહે છે, ધ્યાનમાં રહીને જે શ્રેણિ માંડે તે યતિ છે, જેમને અવધિ – મનઃપર્યય – કેવળજ્ઞાન હોય તે મુનિ છે તથા જે ૠદ્ધિધારક હોય તે ૠષિ છે. એ ૠષિના પણ ચાર ભેદ છેઃ રાજર્ષિ, બ્રહ્મર્ષિ, ,દેવર્ષિ તથા પરમર્ષિ. ત્યાં વિક્રિયાૠદ્ધિવાળા રાજૠષિ છે, અક્ષીણમહાનસ- ૠદ્ધિવાળા બ્રહ્મૠષિ છે, આકાશગામી (ચારણૠદ્ધિવાળા) દેવૠષિ છે તથા કેવળજ્ઞાની પરમૠષિ છે; એમ સમજવું.
હવે ગ્રંથકર્તા શ્રી સ્વામીકાર્ત્તિકેયમુનિ પોતાનું કર્તવ્ય પ્રગટ કરે છેઃ —
અર્થઃ — સ્વામી કુમાર અર્થાત્ સ્વામીકાર્ત્તિકેય નામના મુનિએ આ અનુપ્રેક્ષા નામનો ગ્રંથ ગાથારૂપ રચનામાં રચ્યો છે. અહીં ‘કુમાર’ શબ્દથી એમ સૂચવ્યું જણાય છે કે આ મુનિ જન્મથી જ બ્રહ્મચારી હતા. તેમણે ‘આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથનમાત્ર બનાવી દીધો હોય!’ આ વિશેષણથી અનુપ્રેક્ષામાં અતિ પ્રીતિ સૂચવે છે. વળી પ્રયોજન કહે છે કે – ‘જિનવચનની ભાવના અર્થે રચ્યો છે.’ — આ વાક્યથી એમ જણાવ્યું છે કે ખ્યાતિ – લાભ – પૂજાદિ લૌકિક પ્રયોજન અર્થે રચ્યો નથી. જિનવચનનું જ્ઞાન – શ્રદ્ધાન થયું છે તેને વારંવાર ભાવવું