૨૮૪ ]
– સ્પષ્ટ કરવું કે જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, કષાયો નાશ પામે એ પ્રયોજન જણાવ્યું છે. વળી બીજું પ્રયોજન – ‘ચંચળ મનને સ્થિર કરવા અર્થે રચ્યો છે.’ આ વિશેષણથી એમ સમજવું કે – મન ચંચળ છે, તે એકાગ્ર રહેતું નથી, તેને જો આ શાસ્ત્રમાં લગાવીએ તો રાગ-દ્વેષનાં કારણો જે વિષયો છે તેમાં જાય નહિ. એ પ્રયોજન અર્થે આ અનુપ્રેક્ષાગ્રંથની રચના કરી છે. ભવ્યજીવોએ તેનો અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી જિનવચનની શ્રદ્ધા થાય, સમ્યગ્જ્ઞાનની વૃદ્ધિ થાય, તથા આના અભ્યાસમાં જોડાતાં ચંચળ મન અન્ય વિષયોમાં જાય નહિ.
હવે અનુપ્રેક્ષાનું માહાત્મ્ય કહી ભવ્યજીવોને ઉપદેશરૂપ ફળનું વર્ણન કરે છેઃ —
અર્થઃ — આ બાર અનુપ્રેક્ષા જિનાગમઅનુસાર પ્રગટપણે કહી છે; એ વચનથી એમ જણાવ્યું છે કે — મેં કલ્પના કરી કહી નથી પણ પૂર્વ (આમ્નાય) અનુસાર કહી છે, તેને જે ભવ્યજીવો ભણશે, સાંભળશે અથવા તેની ભાવના એટલે વારંવાર ચિંતવન કરશે તે બાધારહિત – અવિનાશી – સ્વાત્મીય ઉત્તમ સુખને પ્રાપ્ત થશે. — એ સંભાવનારૂપ કર્તવ્યઅર્થનો ઉપદેશ સમજવો. માટે હે ભવ્યજીવો! આને ભણો, સાંભળો અને વારંવાર ચિંતવનરૂપ ભાવના કરો.
હવે અંતમંગળ કરે છેઃ —