દ્વાદશ તપ ][ ૨૮૫
અર્થઃ — ત્રણ ભુવનના પ્રધાનસ્વામી શ્રી તીર્થંકરદેવ કે જેમણે કુમારકાળમાં જ તપશ્ચરણ ધારણ કર્યું એવા વસુપૂજ્યરાજાના પુત્ર વાસુપૂજ્યજિન તથા મલ્લિજિન અને ચરમત્રિક અર્થાત્ છેલ્લા ત્રણ — નેમિનાથજિન, પાર્શ્વનાથજિન, વર્દ્ધમાનજિન એ પાંચ જિનોને હું નિત્ય સ્તવું છું, તેમનો ગુણાનુવાદ કરું છું – વંદુ છું.
ભાવાર્થઃ — એ પ્રમાણે કુમારશ્રમણ જે પાંચ તીર્થંકર છે તેમનું સ્તવન — નમસ્કારરૂપ અંતમંગળ કર્યું છે. અહીં એમ સૂચવે છે કે પોતે કુમારઅવસ્થામાં મુનિ થયા છે, તેથી તેમને કુમારતીર્થંકરો પ્રત્યે વિશેષ પ્રીતિ ઉત્પન્ન થઈ છે અને એટલા માટે તેમના નામરૂપ અહીં અંતમંગળ કર્યું છે.
એ પ્રમાણે શ્રી સ્વામિકાર્ત્તિકેયમુનિએ રચેલો આ અનુપ્રેક્ષાગ્રંથ સમાપ્ત થયો.
હવે આ વચનિકા થવાનો સંબંધ લખીએ છીએઃ —