Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 286 of 297
PDF/HTML Page 310 of 321

 

background image
ધર્માનુરાગથી ગ્રંથ વિચાર, કરી અભ્યાસ લઈ મનધાર;
બારહભાવના ચિંતવનસાર, ‘તે હું લખું’ ઉપજ્યો સુવિચાર.
દેશવચનિકા કરીએ જોઈ, સુગમ હોય વાંચે સૌ કોઈ;
રચિ વચનિકા તેથી સાર, કેવળ ધર્માનુરાગ નિરધાર.
મૂળગ્રંથથી વધઘટ હોય, જ્ઞાની પંડિત સોધો સોય;
અલ્પબુદ્ધિની હાસ્ય ન કરે, સંતપુરુષ મારગ એ ધરે.
બારહભાવન સુભાવના, લઈ બહુ પુણ્યયોગ પાવના;
તીર્થંકર વૈરાગ્ય જબ હોય, તવ ભાવે સૌ રાગ જુ ખોય.
દીક્ષા ધારે તબ નિર્દોષ, કેવળ લઈ અર પામે મોક્ષ;
એમ વિચારી ભાવો ભવિજીવ, સૌ કલ્યાણ સુ ધરો સદૈવ. ૦.
પંચ પરમગુરુ અર જિનધર્મ, જિનવાણી ભાખે સૌ મર્મ;
ચૈત્ય-ચૈત્યમંદિર પઢિ નામ, નમૂં માની નવ દેવ સુધામ. ૧૧.
(દોહરા)
સંવત્સર વિક્રમ તણું, અષ્ટાદશ શત જાણ;
ત્રેસઠ શ્રાવણ ત્રીજ વદ, પૂરણ થયો સુમાન. ૧૨.
જૈનધર્મ જયવંત જગ, જેનો મર્મ સુ પાય;
વસ્તુ યથારથરૂપ લખી, ધ્યાવે શિવપુર જાય. ૧૩.
ઇતિ શ્રી સ્વામીકાર્ત્તિકેયાનુપ્રેક્ષાનો પંડિત જયચંદ્રજીકૃત
હિંદીવચનિકાનો ગુર્જરાનુવાદ સમાપ્ત.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૮૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા