જાય છે. અને કિંકર હોય તે રાજા થઈ જાય છે.
सत्तू वि होदि मित्तो मित्तो वि य जायदे तहा सत्तू ।
कम्मविवागवसादो एसो संसारसब्भावो ।।५७।।
शत्रुः अपि भवति मित्रं मित्रं अपि च जायते तथा शत्रुः ।
कर्मविपाकवशात् एषः संसारस्वभावः ।।५७।।
અર્થઃ — કર્મોદયવશે વૈરી હોય તે તો મિત્ર થઈ જાય છે તથા
મિત્ર હોય તે વૈરી થઈ જાય છે. એવો જ સંસારનો સ્વભાવ છે.
ભાવાર્થઃ — પુણ્યકર્મના ઉદયથી વૈરી પણ મિત્ર થઈ જાય છે
તથા પાપકર્મના ઉદયથી મિત્ર પણ શત્રુ થઈ જાય છે.
હવે ચાર ગાથામાં દેવગતિનાં દુઃખોનું સ્વરૂપ કહે છેઃ —
❈ દેવગતિનાં દુઃખો ❈
अह कह वि हवदि देवो तस्स वि जाएदि माणसं दुक्खं ।
दट्ठूण महड्ढीणं देवाणं रिद्धिसम्पत्ती ।।५८।।
अथ कथमपि भवति देवः तस्य अपि जायते मानसं दुःखम् ।
दृष्टवा महर्द्धीनां देवानां ऋद्धिसम्प्राप्तिम् ।।५८।।
અર્થઃ — અથવા (કદાચિત્) મહાન કષ્ટથી દેવપર્યાય પણ પામે
ત્યાં તેને પણ મહાન ૠદ્ધિધારક દેવોની ૠદ્ધિસંપદા જોઈને માનસિક
દુઃખ ઉત્પન્ન થાય છે.
इट्ठविओगे दुक्खं होदि महड्ढीण विसयतण्हादो ।
विसयवसादो सुक्खं जेसिं तेसिं कुदो तित्ती ।।५९।।
इष्टवियोगे दुःख भवति महर्द्धीनां विषयतृष्णातः ।
विषयवशात् सुखं येषां तेषां कुतः तृप्तिः ।।५९।।
અર્થઃ — મહર્દ્ધિકદેવોને પણ ઇષ્ટ ૠદ્ધિ અને દેવાંગનાદિનો
વિયોગ થતાં દુઃખ થાય છે. જેમને વિષયાધીન સુખ છે તેમને તૃપ્તિ
ક્યાંથી થાય? તૃષ્ણા વધતી જ રહે છે.
સંસારાનુપ્રેક્ષા ]
[ ૨૯