૩૦ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
હવે શારીરિક દુઃખથી માનસિક દુઃખ મોટું છે — એમ કહે છેઃ —
અર્થઃ — કોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું છે અને માનસિક દુઃખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુઃખથી માનસિક દુઃખ ઘણું તીવ્ર છે – મોટું છે; જુઓ, માનસિક દુઃખ સહિત પુરુષને અન્ય ઘણા વિષયો હોય તોપણ તેઓ દુઃખદાયક ભાસે છે.
ભાવાર્થઃ — મનમાં ચિંતા થાય ત્યારે સર્વ સામગ્રી દુઃખરૂપ જ ભાસે છે.
અર્થઃ — દેવોને મનોહર વિષયોથી જો સુખ છે એમ વિચારવામાં આવે તો તે પ્રગટપણે સુખ નથી. જે વિષયોને આધીન સુખ છે તે દુઃખનું જ કારણ છે (દુઃખ જ છે).
ભાવાર્થઃ — અન્ય નિમિત્તથી સુખ માનવામાં આવે તે ભ્રમ છે, કારણ કે જે વસ્તુ સુખના કારણરૂપ માનવામાં આવે છે તે જ વસ્તુ કાળાન્તરમાં દુઃખના જ કારણરૂપ થાય છે.
એ પ્રમાણે વિચાર કરતાં સંસારમાં કોઈ ઠેકાણે પણ સુખ નથી એમ કહે છેઃ —