૫૨ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા રાખવું; — એ તીવ્રકષાયી જીવોનાં ચિહ્ન છે
હવે કહે છે કે આવા જીવોનું આસ્રવચિંતવન નિષ્ફળ છેઃ —
અર્થઃ — આ પ્રમાણે પ્રગટ જાણવા છતાં પણ જે તજવા યોગ્ય પરિણામોને છોડતો નથી તેનું સર્વ આસ્રવચિંતવન નિરર્થક છે — કાર્યકારી નથી.
ભાવાર્થઃ — આસ્રવાનુપ્રેક્ષા ચિંતવન કરી પ્રથમ તો તીવ્રકષાય છોડવો, ત્યાર પછી શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરવું અર્થાત્ સર્વ કષાય છોડવો. એ જ ચિંતવનનું ફળ છે, માત્ર વાર્તા જ કરવી એ તો સફળ નથી.
અર્થઃ — જે પુરુષ ઉપર કહેલા સઘળા, મોહના ઉદયથી થયેલા, મિથ્યાત્વદિ પરિણામોને છોડે છે — કેવો થયો થકો? ઉપશમપરિણામ જે વીતરાગભાવ તેમાં લીન થયો થકો; તથા એ મિથ્યાત્વદિ ભાવોને હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય છે એમ જાણતો થકો — તેને આસ્રવાનુપ્રેક્ષા હોય છે.
તે પામે નિજરૂપને, એ જ ભાવનાસાર.