સંવરાનુપ્રેક્ષા ]
હવે સાત ગાથા દ્વારા સંવરાનુપ્રેક્ષા કહે છે —
અર્થઃ — સમ્યગ્દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાયજય તથા યોગનો અભાવ — એ સંવરનાં નામ છે.
ભાવાર્થઃ — પૂર્વે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ પાંચ પ્રકારના આસ્રવ કહ્યા હતા. તેમને અનુક્રમપૂર્વક રોકવા એ જ સંવર છે. તે કેવી રીતે? મિથ્યાત્વનો અભાવ તો ચોથા ગુણસ્થાનમાં થયો એટલે ત્યાં મિથ્યાત્વનો સંવર થયો. અવિરતિનો અભાવ એકદેશપણે તો દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનમાં તથા સર્વદેશપણે છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનમાં થયો એટલે ત્યાં અવિરતિનો સંવર થયો, અપ્રમત્તગુણસ્થાનમાં પ્રમાદનો અભાવ થયો એટલે ત્યાં પ્રમાદનો સંવર થયો, ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાને કષાયનો અભાવ થયો એટલે ત્યાં કષાયનો સંવર થયો તથા અયોગી જિનમાં યોગોનો અભાવ થયો એટલે એ અયોગીસ્થાને યોગનો સંવર થયો. એ પ્રમાણે સંવરનો ક્રમ છે.
હવે એ જ વિશેષપણે કહે છેઃ —
અર્થઃ — કાય-વચન-મન એ ત્રણ ગુપ્તિ, ઇર્યા-ભાષા-એષણા