-આદાનનિક્ષેપણા-પ્રતિષ્ઠાપના એ પાંચ સમિતિ, ઉત્તમ ક્ષમાદિ
દશલક્ષણધર્મ, અનિત્યાદિ બાર અનુપ્રેક્ષા, બાવીસ પરીષહજય તથા
સામાયિકાદિ ઉત્કૃષ્ટ પાંચ પ્રકારના ચારિત્ર; — એટલાં વિશેષપણે સંવરનાં
કારણો છે.
હવે તેને સ્પષ્ટ કરે છેઃ —
गुत्ती जोगणिरोहो समिदी य पमादवज्जणं चेव ।
धम्मो दयापहाणो सुतच्चचिंता अणुप्पेहा ।।९७।।
गुप्तिः योगनिरोधः समितिः च प्रमादवर्जनं चैव ।
धर्मः दयाप्रधानः सुतत्त्वचिन्ता अनुप्रेक्षा ।।९७।।
અર્થઃ — યોગોનો નિરોધ તે તો ગુપ્તિ છે, પ્રમાદ તજી
યત્નાચારપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે, જેમાં દયા પ્રધાન હોય તે ધર્મ
છે તથા ભલા તત્ત્વો અર્થાત્ જીવાદિ તત્ત્વો અને નિજસ્વરૂપનું ચિંતવન
તે અનુપ્રેક્ષા છે.
सो वि परीसहविजओ छुहादिपीडाण अइरउद्दाणं ।
सवणाणं च मुणीणं उवसमभावेण जं सहणं ।।९८।।
सः अपि परीषहविजयः क्षुधादिपीडानां अतिरौद्राणाम् ।
श्रवणानां च मुनीनां उपशमभावेन यत् सहनम् ।।९८।।
અર્થઃ — અતિ રૌદ્ર ભયાનક ક્ષુધાદિ પીડાને ઉપશમભાવ અર્થાત્
વીતરાગભાવ વડે સહવી તે, જ્ઞાની જે મહામુનિ છે તેમને, પરીષહોનો
જય કર્યો કહે છે.
अप्पसरूवं वत्थुं चत्तं रायादिएहिं दोसेहिं ।
सज्झाणम्मि णिलीणं तं जाणसु उत्तमं चरणं ।।९९।।
आत्मस्वरूपं वस्तु त्यक्तं रागादिकैः दोषैः ।
स्वध्याने निलीनं तत् जानीहि उत्तमं चरणम् ।।९९।।
અર્થઃ — જે આત્મસ્વરૂપ વસ્તુ છે તેમાં રાગાદિ દોષરહિત ધર્મ
૫૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા