-શુક્લધ્યાન પૂર્વક લીન થવું તેને હે ભવ્ય! તું ઉત્તમ ચારિત્ર જાણ!
હવે કહે છે કે — આ પ્રમાણે સંવરને જે આચરતો નથી તે
સંસારમાં ભમે છેઃ —
एदे संवरहेदू वियारमाणो वि जो ण आयरइ ।
सो भमइ चिरं कालं संसारे दुक्खसंतत्तो ।।१००।।
एतान् संवरहेतून् विचारयन् अपि यः न आचरति ।
सः भ्रमति चिरं कालं संसारे दुःखसन्तप्तः ।।१००।।
અર્થઃ — જે પુરુષ ઉપર પ્રમાણે સંવરનાં કારણોને વિચારતો છતો
પણ તેને આચરતો નથી તે દુઃખોથી તપ્તાયમાન થતો થકો ઘણા કાળ
સુધી સંસારમાં ભ્રમણ કરે છે.
હવે કહે છે કે કેવા પુરુષને સંવર થાય છેઃ —
जो पुण विसयविरत्तो अप्पाणं सव्वदा वि संवरइ ।
मणहरविसएहिंतो तस्स फु डं संवरो होदि ।।१०१।।
यः पुनः विषयविरक्तः आत्मानं सर्वदा अपि संवृणोति ।
मनोहरविषयेभ्यः तस्य स्फु टं संवरः भवति ।।१०१।।
અર્થઃ — જે મુનિ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થયો થકો મનને
પ્યારા જે વિષયો તેમનાથી આત્માને સદાય નિશ્ચયથી સંવરરૂપ કરે છે
તેને પ્રગટપણે સંવર થાય છે.
ભાવાર્થઃ — મનને ઇન્દ્રિય-વિષયોથી રોકી, પોતાના શુદ્ધ સ્વરૂપમાં
રમાડે તેને સંવર થાય છે.
(દોહરો)
ગુપ્તિ સમિતિ વૃષ ભાવના, જયન પરીષહકાર;
ચારિત ધારે સંગ તજી, સો મુનિ સંવરધાર.
ઇતિ સંવરાનુપ્રેક્ષા સમાપ્ત.
સંવરાનુપ્રેક્ષા ]
[ ૫૫