૫૬ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
હવે નિર્જરાનુપ્રેક્ષાનું વર્ણન કરે છે.
અર્થઃ — જ્ઞાની પુરુષને બાર પ્રકારનાં તપથી કર્મોની નિર્જરા થાય છે. કેવા જ્ઞાનીને થાય છે? જે નિદાન અર્થાત્ ઇન્દ્રિયવિષયોની વાંચ્છા રહિત હોય તથા અહંકાર – અભિમાનથી રહિત હોય તેને, વળી શા વડે નિર્જરા થાય છે? વૈરાગ્યભાવનાથી અર્થાત્ સંસાર-દેહ-ભોગ પ્રત્યે વિરકત પરિણામોથી થાય છે.
ભાવાર્થઃ — તપ વડે નિર્જરા થાય છે; પણ જે જ્ઞાન સહિત તપ કરે તેને થાય છે. અજ્ઞાન સહિત વિપરીત તપ કરે તેમાં હિંસદિક હોવાથી, એવાં તપથી તો ઊલટો કર્મબંધ થાય છે. વળી તપ વડે મદ કરે, બીજાને ન્યૂન ગણે, કોઈ પૂજદિક ન કરે તેના પ્રત્યે ક્રોધ કરે; – એવા તપથી તો બંધ જ થાય. ગર્વ રહિત તપથી જ નિર્જરા થાય. વળી તપથી આલોક – પરલોકમાં પોતાનાં ખ્યતિ-લાભ -પૂજા અને ઇન્દ્રિયોના વિષય-ભોગ ઇચ્છે તેને તો બંધ જ થાય. નિદાન રહિત તપથી જ નિર્જરા થાય; પણ જે સંસાર-દેહ-ભોગમાં આસક્ત થઈ તપ કરે તેનો તો આશય જ શુદ્ધ હોતો નથી તેથી તેને નિર્જરા પણ થતી નથી. નિર્જરા તો વૈરાગ્યભાવનાથી જ થાય છે એમ જાણવું.
હવે નિર્જરા કોને કહેવી તે કહે છેઃ —