❈ નિર્જરાનું સ્વરૂપ ❈
सव्वेसिं कम्माणं सत्तिविवाओ हवेइ अणुभाओ ।
तदणंतरं तु सडणं कम्माणं णिज्जरा जाण ।।१०३।।
सर्वेषां कर्मणां शक्तिविपाकः भवति अनुभागः ।
तदनन्तरं तु शटनं कर्मणां निर्जरां जानीहि ।।१०३।।
અર્થઃ — સમસ્ત જે જ્ઞાનાવરણાદિ આઠ કર્મની શક્તિ એટલે ફળ
દેવાના સામર્થ્યનો વિપાક થવો – ઉદય થવો, તેને અનુભાગ કહીએ છીએ.
તે ઉદય આવીને તુરત જ તેનું ખરવું-ઝરવું થાય તેને હે ભવ્ય! તું કર્મની
નિર્જરા જાણ!
ભાવાર્થઃ — કર્મ, ઉદય આવીને, ખરી જાય તેને નિર્જરા કહીએ
છીએ.
તે નિર્જરા બે પ્રકારની છે, તે કહે છેઃ —
❈ નિર્જરાના બે પ્રકાર ❈
सा पुण दुविहा णेया सकालपत्ता तवेण कयमाणा ।
चादुगदीणं पढमा वयजुत्ताणं हवे बिदिया ।।१०४।।
सा पुनः द्विविधा ज्ञेया स्वकालप्राप्ता तपसा क्रियमाणाः ।
चातुर्गतिकानां प्रथमा व्रतयुक्तानां भवेत् द्वितीया ।।१०४।।
અર્થઃ — ઉપર કહેલી નિર્જરા બે પ્રકારની છે. એક તો
સ્વકાળપ્રાપ્ત અને બીજી તપ વડે થાય તે. તેમાં પ્રથમની સ્વકાળપ્રાપ્ત
નિર્જરા તો ચારે ગતિના જીવોને થાય છે તથા બીજી જે તપ વડે થાય
છે, તે વ્રતયુક્ત જીવોને થાય છે.
ભાવાર્થઃ — નિર્જરા બે પ્રકારની છે. તેમાં જે કર્મ સ્થિતિ પૂરી
નિર્જરાનુપ્રેક્ષા ]
[ ૫૭