Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 105-108.

< Previous Page   Next Page >


Page 58 of 297
PDF/HTML Page 82 of 321

 

background image
થતાં ઉદય પામી રસ આપી ખરી જાય તેને તો સવિપાકનિર્જરા કહીએ
છીએ. આ નિર્જરા તો સઘળા જીવોને થાય છે. તથા તપ વડે કર્મો
અપૂર્ણ સ્થિતિએ પણ પરિપક્વ થઈ ખરી જાય તેને અવિપાકનિર્જરા
કહીએ છીએ અને તે વ્રતધારીને થાય છે.
હવે નિર્જરાની વૃદ્ધિ શાથી થાય છે તે કહે છેઃ
उवसमभावतवाणं जह जह वड्ढी हवेइ साहूणं
तहं तह णिज्जर वड्ढी विसेसदो धम्मसुक्कादो ।।१०५।।
उपशमभावतपसां यथा यथा वृद्धिः भवति साधोः
तथा तथा निर्जरावृद्धिः विशेषतः धर्मशुक्लाभ्याम् ।।१०५।।
અર્થઃમુનિજનોને જેમ જેમ ઉપશમભાવ તથા તપની વૃદ્ધિ
થાય છે તેમ તેમ નિર્જરાની પણ વૃદ્ધિ થાય છે. વળી ધર્મધ્યાન અને
શુક્લધ્યાનથી તો વિશેષ વૃદ્ધિ થાય છે.
હવે એ વૃદ્ધિનાં સ્થાન કહે છેઃ
मिच्छादो सद्दिट्ठी असंखगुणकम्मणिज्जरा होदि
तत्तो अणुवयधारी तत्तो य महव्वई णाणी ।।१०६।।
पढमकसायचउण्हं विजोजओ तह य खवयसीलो य
दंसणमोहतियस्स य तत्तो उवसमगचत्तारि ।।१०७।।
खवगो य खीणमोहो सजोइणाहो तहा अजोईया
एदे उवरिं उवरिं असंखगुणकम्मणिज्जरया ।।१०८।।
मिथ्यात्वतः सद्दृष्टिः असंख्यगुणकर्मनिर्जरो भवति
ततः अणुव्रतधारी ततः च महाव्रती ज्ञानी ।।१०६।।
प्रथमकषायचतुर्णां वियोजकः तथा च क्षपकशीलः च
दर्शनमोहत्रिकस्य च ततः उपशमकचत्वारः ।।१०७।।
૫૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા