અર્થઃ — જે મુનિ દુર્વચન સહન કરે છે, અન્ય સાધર્મી મુનિ
આદિ દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, દેવાદિકોએ કરેલા
ઉપસર્ગને સહન કરે છે; — એ પ્રમાણે કષાયરૂપ વૈરિઓને જીતે છે, તેને
વિપુલ અર્થાત્ ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — કોઈ કુવચન કહે તેના પ્રત્યે કષાય ન કરે, પોતાને
અતિચારાદિ દોષ લાગતાં આચાર્યાદિક કઠોર વચન કહી પ્રાયશ્ચિત
આપે – નિરાદર કરે તોપણ તેને નિષ્કષાયપણે સહન કરે તથા કોઈ
ઉપસર્ગ કરે તેની સાથે પણ કષાય ન કરે, તેને ઘણી નિર્જરા થાય છે.
रिणमोयणुव्व मण्णइ जो उवसग्गं परीसहं तिव्वं ।
पावफलं मे एदं मया वि जे संचिदं पुव्वं ।।११०।।
ऋणमोचनवत् मन्यते यः उपसर्गं परीषहं तीव्रम् ।
पापफलं मे एतत् मया अपि यत् संचितं पूर्वम् ।।११०।।
અર્થઃ — જે મુનિ ઉપસર્ગ તથા તીવ્ર પરીષહ આવતાં એમ માને છે
કે મેં પૂર્વજન્મમાં પાપનો સંચય કર્યો હતો તેનું આ ફળ છે, તેને
(શાંતિપૂર્વક) ભોગવવું પણ તેમાં વ્યાકુલ ન થવું. જેમ કે કોઈનાં કરજે
નાણાં લીધાં હોય તે જ્યારે પેલો માગે ત્યારે આપી દેવાં, પણ તેથી
વ્યાકુળતા શા માટે કરવી? એ પ્રમાણે માનનારને ઘણી નિર્જરા થાય છે.
जो चिंतेइ सरीरं ममत्तजणयं विणस्सरं असुइं ।
दंसणणाणचरित्तं सुहजणयं णिम्मलं णिच्चं ।।१११।।
यः चिन्तयति शरीरं ममत्वजनकं विनश्वरं अशुचिम् ।
दर्शनज्ञानचरित्रं शुभजनकं निर्मलं नित्यम् ।।१११।।
અર્થઃ — જે મુનિ, આ શરીરને મમત્વ-મોહનું ઉપજાવવાવાળું,
વિનાશી તથા અપવિત્ર માને છે અને દર્શન-જ્ઞાન-ચારિત્રને શુભજનક (સુખ
ઉપજાવનાર), નિર્મળ તથા નિત્ય માને છે તેને ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — શરીરને મોહના કારણરૂપ, અસ્થિર અને અશુચિરૂપ
૬૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા