માને તો તેનો શોચ ન રહે. અને પોતે પોતાના સ્વરૂપમાં લાગે ત્યારે
નિર્જરા અવશ્ય થાય.
अप्पाणं जो णिंदइ गुणवंताणं करेदि बहुमाणं ।
मणइंदियाण विजई स सरूवपरायणो होदि ।।११२।।
आत्मानं यः निन्दयति गुणवतां करोति बहुमानम् ।
मनइन्द्रियाणां विजयी स स्वरूपपरायणो भवति ।।११२।।
અર્થઃ — જે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઈ પોતે કરેલાં
દુષ્કૃતોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો જ
આદર કરે છે તથા પોતાનાં મન-ઇન્દ્રિયોને જીતે છે — વશ કરે છે તેને
ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — મિથ્યાત્વાદિ દોષોનો નિરાદર કરે તો તે
મિથ્યાત્વાદિકર્મો ક્યાંથી ટકે! ઝડી જ જાય.
तस्स य सहलो जम्मो तस्स वि पावस्स णिज्जरा होदि ।
तस्स वि पुण्णं वढ्ढदि तस्स य सोक्खं परं होदि ।।११३।।
तस्य च सफलं जन्म तस्य अपि पापस्य निर्जरा भवति ।
तस्य अपि पुण्यं वर्धते तस्य च सौख्यं परं भवति ।।११३।।
અર્થઃ — જે સાધુ એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે નિર્જરાનાં કારણોમાં
પ્રવર્તે છે તેનો જ જન્મ સફળ છે, તેને જ પાપકર્મોની નિર્જરા થાય
છે અને પુણ્યકર્મનો અનુભાગ વધે છે, વળી તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત
થાય છે.
ભાવાર્થઃ — જે નિર્જરાનાં કારણોમાં પ્રવર્તે છે તેને પાપનો નાશ
થાય છે, પુણ્યની વૃદ્ધિ થાય છે તથા તે સ્વર્ગાદિનાં સુખ ભોગવી
(અનુક્રમે) મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે ઉત્કૃષ્ટ નિર્જરાના સ્વામીનું સ્વરૂપ કહીને નિર્જરાનું કથન પૂરું
કરે છે —
નિર્જરાનુપ્રેક્ષા ]
[ ૬૧