जो समसोक्खणिलीणो वारंवारं सरेइ अप्पाणं ।
इंदियकसायविजई तस्स हवे णिज्जरा परमा ।।११४।।
यः समसौख्यनिलीनः वारंवारं स्मरति आत्मानम् ।
इन्द्रियकषायविजयी तस्य भवेत् निर्जरा परमा ।।११४।।
અર્થઃ — જે મુનિ, વીતરાગભાવરૂપ સુખ કે જેનું નામ
પરમચારિત્ર છે તેમાં લીન અર્થાત્ તન્મય થાય છે, વારંવાર આત્માનું
સ્મરણ-ચિંતવન કરે છે તથા ઇન્દ્રિયોને જીતવાવાળા છે તેમને ઉત્કૃષ્ટ
નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — ઇન્દ્રિયોનો તેમ જ કષાયોનો નિગ્રહ કરી પરમ
વીતરાગભાવરૂપ આત્મધ્યાનમાં જે લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિર્જરા
થાય છે.
(દોહરો)
પૂર્વે બાંધ્યાં કર્મ જે, ખરે તપોબલ પાય;
સો નિર્જરા કહાય હૈ, ધારે તે શિવ જાય.
ઇતિ નિર્જરાનુપ્રેક્ષા સમાપ્ત.
૬૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા