લોકાનુપ્રેક્ષા ]
હવે લોકાનુપ્રેક્ષાનું વર્ણન કરીએ છીએ. ત્યાં પ્રથમ જ લોકનો આકારદિ કહીશું. તેમાં કંઈક ગણિતને પ્રયોજનરૂપ જાણીને તેનો સંક્ષેપમાં ભાવાર્થ અન્ય ગ્રંથાનુસાર અહીં લખીએ છીએ. ત્યાં પ્રથમ તો પરિકર્માષ્ટક છે. તેમાં, પહેલું – સંકલન એટલે જોડી દેવું તે – સરવાળો કરવો તે; જેમ કે – આઠ ને સાતનો સરવાળો કરતાં પંદર થાય. બીજું – વ્યવકલન એટલે બાદબાકી કાઢવી તે, જેમ કે આઠમાંથી ત્રણ ઘટાડતાં પાંચ રહે. ત્રીજું – ગુણાકાર; જેમ કે આઠને સાતથી ગુણતાં છપ્પન થાય. ચોથું – ભાગાકાર; જેમ કે આઠને બેનો ભાગ આપતાં ચાર થાય. પાંચમું – વર્ગ એટલે બરાબરની સંખ્યાની બે રાશી ગુણતાં જેટલા થાય તેટલા તેના વર્ગ કહેવાય; જેમ કે આઠનો વર્ગ ચોસઠ. છઠ્ઠું – વર્ગમૂળ એટલે જેમ ચોસઠનું વર્ગમૂળ આઠ. સાતમું – ઘન એટલે ત્રણ રશિ બરાબર ગુણતાં જે થાય તે; જેમ કે આઠનો ઘન પાંચસો બાર તથા આઠમું – ઘનમૂલ એટલે પાંચસો બારનું ઘનમૂળ આઠ. એ પ્રમાણે પરિકર્માષ્ટક જાણવું.
વળી ત્રૈરશિક છે, જેમાં એક પ્રમાણરશિ, એક ફળરશિ તથા એક ઇચ્છારશિ; જેમ કે કોઈ વસ્તુ બે રૂપિયાની સોળ શેર આવે તો આઠ રૂપિયાની કેટલી આવે? અહીં પ્રમાણરશિ બે છે, ફળરશિ સોળ છે તથા ઇચ્છારશિ આઠ છે. ત્યાં ફળરશિને ઇચ્છારશિ સાથે ગુણતાં એક સો અઠ્ઠાવીસ થાય, તેને પ્રમાણરશિની બે સંખ્યાથી ભાગ આપતાં ચોસઠ શેર આવે — એમ જાણવું.
વળી ક્ષેત્રફળ – એટલે જ્યાં સમાન ખંડ (ભાગ) કરીએ તેને ક્ષેત્રફળ કહીએ છીએ; જેમ કે ખેતરમાં દોરી માપીએ ત્યારે કચવાંસી, વિસવાંસી, વીઘા કરીએ છીએ તે ક્ષેત્રફળ કહેવાય છે; જેમ કે – એંશી હાથની દોરી હોય, તેના વીસ ગુંઠા કરતાં ચાર હાથનો ગૂંઠો થાય. એ