લોકાનુપ્રેક્ષા ]
અનવસ્થાકુંડ કરી તેમાં સરસવ ભરીએ અને શલાકાકુંડમાં એક સરસવ બીજો લાવીને નાખીએ, હવે એ બીજા અનવસ્થાકુંડમાંથી એક સરસવ એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ. એ પ્રમાણે કરતાં કરતાં તે અનવસ્થાકુંડના સરસવ જ્યાં પૂરા થાય ત્યાં તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે ત્રીજો અનવસ્થાકુંડ કરી તેને પણ એવી જ રીતે સરસવથી ભરીએ, અને એક સરસવ શલાકાકુંડમાં બીજો લાવીને નાંખીએ. એ પ્રમાણે કરતાં કરતાં છેંતાલીસ અંકપ્રમાણ અનવસ્થાકુંડ પૂરા થાય ત્યારે એક શલાકાકુંડ ભરાય અને તે વેળા એક સરસવ પ્રતિશલાકાકુંડમાં નાખવો, એ જ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય તથા શલાકાકુંડ પણ થતો જાય; એ પ્રમાણે કરતાં કરતાં છેંતાલીસ અંકપ્રમાણ શલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક પ્રતિશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય, શલાકાકુંડ ભરાતો જાય તથા પ્રતિશલાકાકુંડ પણ ભરાતો જાય. જ્યારે છેંતાલીસ અંકપ્રમાણ પ્રતિશલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક મહાશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે કરતાં છેંતાલીસ અંકોના ઘનપ્રમાણ અનવસ્થાકુંડ થયા. તેમાં છેલ્લો અનવસ્થાકુંડ જે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે બન્યો તેમાં જેટલા સરસવ સમાય તેટલું જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ છે.
તેમાંથી એક સરસવ ઘટાડતાં તે ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવાય, તથા બે સરસવ પ્રમાણ જઘન્ય સંખ્યાત કહેવાય, તથા વચ્ચેના બધાય મધ્યમ સંખ્યાતના ભેદ જાણવા.
વળી તે જઘન્ય પરીતાસંખ્યાતના સરસવની રશિને એક એક વિખેરી એક એક ઉપર તે જ રશિને સ્થપિ પરસ્પર ગુણતાં અંતમાં જે રશિ આવે તેને જઘન્ય યુક્તાસંખ્યાત કહીએ છીએ, તેમાંથી એક રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત કહેવાય અને મધ્યના નાના (અનેક) ભેદ જાણવા.
વળી જઘન્ય યુક્તાસંખ્યાતને જઘન્ય યુક્તાસંખ્યાત વડે એક વાર પરસ્પર ગુણતાં જે પ્રમાણ આવે તે જઘન્ય અસંખ્યાતાસંખ્યાત કહેવાય