લોકાનુપ્રેક્ષા ]
વનસ્પતિ જીવોનું પ્રમાણ. એ છ રશિ મેળવી પૂર્વોક્ત પ્રકારથી શલાકા, વિરલન, દેયરશિના વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરવું. ત્યાં જે મહારશિ આવે તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. તેમાં ચાર રશિ બીજી મેળવવી. તે આ પ્રમાણે – (૧) વીસ કોડાકોડી સાગરપ્રમાણ કલ્પકાળના સમય, (૨) સ્થિતિબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન, (૩) અનુભાગબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન તથા (૪) યોગના અવિભાગપ્રતિચ્છેદ. એ પ્રમાણે ચાર રશિ મેળવી પૂર્વોક્ત વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરવું. એ પ્રમાણે કરતાં જે પ્રમાણ થયું તે જઘન્ય પરિતાનંતરશિ થઈ. તેમાંથી એક રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત થાય છે. અને વચ્ચેના જુદાજુદા ભેદ મધ્યમના જાણવા.
વળી જઘન્ય પરીતાનંત રશિનું વિરલન કરી એક એક ઉપર એક એક જઘન્ય પરીતાનન્ત સ્થાપન કરી પરસ્પર ગુણતાં જે પ્રમાણ થાય તે જઘન્ય યુક્તાનંત જાણવું. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાનંત થાય છે. વચ્ચેના જુદા જુદા ભેદ મધ્યમ પરીતાનંતના છે. વળી જઘન્ય યુક્તાનંતને જઘન્ય યુક્તાનંત વડે એક વાર પરસ્પર ગુણતાં જઘન્ય અનંતાનંત થાય છે. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ યુક્તાનંત થાય છે, તથા વચ્ચેના જુદા જુદા ભેદ મધ્યમ યુક્તાનંતના જાણવા.
હવે ઉત્કૃષ્ટ અનંતાનંતને લાવવાનો ઉપાય કહે છેઃ —
જઘન્ય અનંતાનંત પ્રમાણ શલાકા, વિરલન, દેય — એ ત્રણ રશિ વડે અનુક્રમે પ્રથમ કહ્યા પ્રમાણે શલાકાત્રય નિષ્ઠાપન કરતાં મધ્યમ અનંતાનંતના ભેદરૂપ રશિ આવે છે. તેમાં સિદ્ધરશિ, નિગોદરશિ, પ્રત્યેક વનસ્પતિ સહિત નિગોદરશિ, પુદ્ગલરશિ, કાળના સમય તથા આકાશના પ્રદેશ — એ છ રશિ મધ્યમ અનંતાનંતના ભેદરૂપે મેળવીને શલાકાત્રય નિષ્ઠાપન પૂર્વવત્ વિધાનથી કરતાં મધ્યમ અનંતાનંતના ભેદરૂપ રશિ આવે છે. તેમાં ફરી ધર્મદ્રવ્ય-અધર્મદ્રવ્યના અગુરુલઘુ ગુણના અવિભાગપ્રતિચ્છેદ મેળવતાં જે મહારશિપ્રમાણ રશિ થઈ તેને ફરી પૂર્વોક્ત વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરતાં જે કોઈ મધ્યમ