૬૮ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા અનંતાનંતના ભેદરૂપ રશિ થાય તેને કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદનો સમૂહ પ્રમાણમાં ઘટાવી ફરી મેળવવી, ત્યારે કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદરૂપ ઉત્કૃષ્ટ અનંતાનંતપ્રમાણ રશિ થાય છે.
ઉપમાપ્રમાણ આઠ પ્રકારથી કહ્યું છેઃ — પલ્ય, સાગર, સૂચ્યંગુલ, પ્રતરાંગુલ, ઘનાંગુલ, જગત્શ્રેણી, જગત્પ્રતર અને જગત્ઘન. તેમાં પલ્યના ત્રણ પ્રકાર છે — વ્યવહારપલ્ય, ઉદ્ધારપલ્ય તથા અદ્ધાપલ્ય. ત્યાં વ્યવહારપલ્ય તો રોમોની સંખ્યા પ્રમાણ જ છે. ઉદ્ધારપલ્ય વડે દ્વીપ- સમુદ્રોની સંખ્યા ગણવામાં આવે છે તથા અદ્ધાપલ્ય વડે કર્મોની સ્થિતિ તથા દેવદિકની આયુસ્થિતિ ગણવામાં આવે છે.
હવે તેમનું પરિમાણ જાણવા માટે પરિભાષા કહે છેઃ —
અનંત પુદ્ગલના પરમાણુઓના સ્કંધને એક અવસન્નાસન્ન કહે છે, તેનાથી આઠ આઠ ગુણા ક્રમથી બાર સ્થાનક જાણવાં. સન્નાસન્ન, તૃટરેણુ, ત્રસરેણુ, રથરેણુ ઉત્તમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, મધ્યમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, જઘન્યભોગભૂમિના વાળનો અગ્રભાગ, કર્મભૂમિના વાળનો અગ્રભાગ, લીખ, સરસવ, જવ અને આંગળ — એ બાર સ્થાનક છે. આ આંગળ છે તે ઉત્સેધઆંગળ છે, એ વડે નારકી, દેવ, તિર્યંચ અને મનુષ્યોના શરીરનું પ્રમાણ વર્ણન કરવામાં આવે છે તથા દેવોનાં નગર-મંદિરદિનું વર્ણન કરવામાં આવે છે. વળી ઉત્સેધઆંગળથી પાંચસો ગણા પ્રમાણાંગુલ છે. એ વડે દ્વીપ, સમુદ્ર અને પર્વતદિના પરિમાણનું વર્ણન કરવામાં આવે છે. તથા આત્માંગુલ, જ્યાં જેવા મનુષ્યો હોય ત્યાં તે પ્રમાણે જાણવો. છ આંગળનો પાદ થાય છે, બે પાદનો એક વિલસ્ત (વેંત) થાય છે, બે વિલસ્તનો એક હાથ થાય છે. બે હાથનો એક ભીષ (વાર) થાય છે, બે ભીષનો એક ધનુષ થાય છે, બે હજાર ધનુષનો એક કોષ થાય છે, ચાર કોષનો એક યોજન થાય છે.
અહીં પ્રમાણાંગુલ વડે ઊપજ્યો એવો, એક યોજન પ્રમાણ ઊંડો અને પહોળો એક ખાડો કરવો અને તેને ઉત્તમ ભોગભૂમિમાં ઊપજેલા,