૯૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
दृश्यंते बहवो लोके नानागुणविभूषिताः ।
विरलाः शुद्धचिद्रूपे स्नेहयुक्ता व्रतान्विताः ।।९।।
દીસે જગતમાં બહુજન નાના ગુણગણ ભૂષિત આજેજી,
પણ નિર્મલ ચિદ્રૂપમાં પ્રેમી, વ્રતયુત વિરલ વિરાજેજી. ૯.
અર્થ : — લોકમાં અનેક પ્રકારના ગુણોથી શોભતા ઘણા દેખાય
છે પણ શુદ્ધ આત્મસ્વરૂપમાં પ્રીતિવાળા, વ્રતવાળા સંયમીઓ વિરલા જ
દેખાય છે. ૯.
एकेन्द्रियादसंज्ञाख्यापूर्णंपर्यंतदेहिनः ।
अनंतानंतमाः संति तेषु न कोऽपि तादृशः ।।१०।।
पंचाक्षिसंज्ञिपूर्णेषु केचिदासन्नभव्यतां ।
नृत्वं चालभ्य तादृक्षा भवंत्यार्याः सुबुद्धयः ।।११।।
એકેન્દ્રિયથી માંMી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યંતાજી;
જીવ અનંતાનંત છતાં ના કોઇ સ્વરુપ રુચિવંતાજી.
પંચેન્દ્રિય મનસહિત જીવોમાં નિકટભવી નરદેહેજી;
આર્ય કોઇ વિરલા સદ્બુદ્ધિ વર્તે ચિદ્રુપ સ્નેહેજી. ૧૦-૧૧.
અર્થ : — એકેન્દ્રિય જીવોથી માંડીને અસંજ્ઞિ (મનરહિત) નામથી
ઓળખાતા પર્યાપ્ત જીવો સુધી અનંતાનંત છે, તેમાં તેવો ( – આત્મ-
રુચિવાળો) કોઈ પણ (જીવ) નથી. ૧૦.
મનવાળા પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોમાં કેટલાક આસન્નભવ્યપણું
(તરત મોક્ષ પામવાની યોગ્યતા) અને નરભવ ન પામીને તેવા (અયોગ્ય)
છે. આર્ય, સમ્યક્, બુદ્ધિવાળા કોઈક જ તેવી યોગ્યતાવાળા થાય છે. ૧૧.
शुद्धचिद्रूपसंलीनाः सव्रता न कदाचन ।
नरलोकबहिर्भागेऽसंख्यातद्वीपवार्धिषु ।।१२।।
અઢી દ્વીપ નર લોક મૂકીને દ્વીપ સમુદ્ર અગણિતાજી;
કદી કોઇ ત્યાં નિર્મલ ચિદ્રૂપ તલ્લીન નહિ વ્રત સહિતાજી. ૧૨.