અધ્યાય-૧૧ ][ ૯૧
सिंहसर्पगजव्याघ्राहितादीनां वशीकृतौ ।
रताः संत्यत्र बहवो न ध्याने स्वचिदात्मनः ।।६।।
જલ વન વનિતા દ્યુત પંખી કે યુદ્ધકળા સંગીતેજી;
દીસે ઘાણા રમતા પણ વિરલા ચિદ્રૂપમાં દ્રઢ પ્રીતેજી,
સિંહ સર્પ ગજ વ્યાઘા્ર અહિતકર અરિ વશ કરવા વર્તેજી,
બહુ અહા! અહ{ પણ નિજ ચિદ્રૂપ-ધયાને વિરલ પ્રવર્તેજી. ૫-૬.
અર્થ : — જળ, જુગાર, વન, સ્ત્રી, પક્ષી, યુદ્ધ, ગોળીથી નિશાન
વિંધવાની વિદ્યા અને સંગીતમાં ઘણા આ જગતમાં રમતા દેખાય છે,
પરંતુ ચૈતન્યમય આત્મામાં રમતા કોઈક જ છે. ૫.
અહીં સિંહ, સર્પ, હાથી, વાઘ, શત્રુ આદિને વશ કરવામાં રક્ત
ઘણા છે, (પણ) ચિદાત્માના ધ્યાનમાં રક્ત નથી. ૬.
जलाग्निरोगराजाहिचौरशत्रुनभस्वतां ।
दृश्यंते स्तंभने शक्ताः नान्यस्य स्वात्मचिंतया ।।७।।
प्रतिक्षणं प्रकुर्वति चिंतनं परवस्तुनः ।
सर्वे व्यामोहिता जीवाः कदा कोऽपि चिदात्मनः ।।८।।
અગ્નિ રોગ જલ નૃપ અરિ વાયુ ચોર થંભવા શૂરાજી;
બહુ અહા! પણ આત્મધયાનથી કર્મ ન કરતા ચૂરાજી.
મોહવશે નિજ ભાન ભૂલેલા, ક્ષણક્ષણ ચિંતન કરતાજી;
સર્વ અન્ય વસ્તુનું, વિરલ કો, નિજ ચિંતન મન ધારતાજી. ૭-૮.
અર્થ : — (જીવો) જળ, અગ્નિ, રોગ, રાજા, સર્પ, ચોર, શત્રુ
અને પવનને રોકવામાં સમર્થ જણાય છે, (પણ) સ્વાત્મધ્યાનથી પરને
(કર્મને) રોકવામાં સમર્થ જણાતા નથી. ૭.
સર્વે વ્યામોહ પામેલા જીવો પરવસ્તુના ચિંતનને ક્ષણે ક્ષણે કરે છે,
પરંતુ ચિદાત્માનું ચિંતન કોઈ વાર કોઈક જ કરે છે. ૮.