૯૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ઘાણા દીસે નિઃસંગી તપસ્વી પણ કો વિરલ વિલીનાજી,
રાગ-દ્વેષ વિમોહ વર્જને, નિજ ચિદ્રૂપ તલ્લીનાજી. ૨.
અર્થ : — જેઓ દેવ મંદિર, પ્રતિમા, દાન, ઉત્સવ, તીર્થયાત્રા
આદિ કાર્યોમાં પ્રવીણ છે, અનેક શાસ્ત્રોના જાણકાર છે, પરિષહ સહન
કરવામાં સમર્થ છે, પરોપકારના કામમાં રત છે, પરિગ્રહ રહિત છે અને
તપસ્વીઓ પણ છે એવા ઘણા છે અને જે રાગ-દ્વેષ-મોહને તજવામાં
કુશળ થયેલા તેમ જ આત્મતત્ત્વમાં લીન તે દુર્લભ છે. ૨.
गणकचिकित्सकतार्किकपौराणिकवास्तु शब्दशास्त्रज्ञाः ।
संगीतादिषु निपुणाः सुलभा न हि तत्त्ववेत्तारः ।।३।।
सुरूपबललावण्यधनापत्यगुणान्विताः ।
गांभीर्यधैर्यधौरेयाः संत्यसंख्या न चिद्रताः ।।४।।
જ્યોતિષી, વૈદ્યક, ન્યાય, પુરાણો, શબ્દશાસ્ત્ર વિખ્યાતાજી,
સંગીત કે વિજ્ઞાન નિપુણ બહુ, વિરલ તત્ત્વના જ્ઞાતાજી. ૩.
સુંદર રુપ લાવણ્ય કનક બલ અપત્ય ગુણગણયુકતાજી,
ધાીર વીર ગંભીર ઘાણાયે, પણ નહિ ચિદ્રૂપ રકતાજી. ૪.
અર્થ : — ગણિતશાસ્ત્રી, જ્યોતિષી, વૈદ્ય, નૈયાયિક, પુરાણોના
જ્ઞાતા, વાસ્તુશાસ્ત્રના જ્ઞાતા (ઇજનેર), વ્યાકરણ શાસ્ત્રના જાણનાર,
સંગીત આદિમાં નિપુણ મળવા સહેલા છે, પરંતુ તત્ત્વને જાણનારા મળવા
સહેલા નથી. ૩.
સારું રૂપ, બળ, લાવણ્ય, ધન, સંતાન, ગુણાદિથી યુક્ત, ગાંભીર્ય
અને ધૈર્યના ધારક, અસંખ્ય છે પણ આત્મસ્વરૂપમાં રક્ત ઘણા
નથી. ૪.
जलद्यूतवनस्त्रीवियुद्धगोलकगीतिषु ।
क्रीडंतोऽत्र विलोक्यंते घनाः कोऽपि चिदात्मनि ।।५।।