Tattvagyan Tarangini (Gujarati). Adhyay-11 : Shuddh Chidrupna Upasakoni Viraltanu Varnan.

< Previous Page   Next Page >


Page 89 of 153
PDF/HTML Page 97 of 161

 

background image
અધયાય ૧૧ મો
[શુદ્ધ ચિદ્રૂપના ઉપાસકોની વિરલતાનું વર્ણન]
शांताः पांडित्ययुक्ता यमनियमबलत्यागरैवृत्तवंतः
सद्गोशीलास्तपोर्चानुतिनतिकरणा मौनिनः संत्यसंख्याः
श्रोतारश्चाकृतज्ञा व्यसनखजयिनोऽत्रोपसर्गेऽपिधीराः
निःसंगाः शिल्पिनः कश्चन तु विरलः शुद्धचिद्रूपरक्तः
।।।।
ઘાણા જગતમાં યમ નિયમ બલ દાન વિત્ત વ્રતવંતાજી,
પિંMત શાંત અસંગી તપ શીલ પૂજા નતિ નુતિ યુકતાજી,
મૌની શ્રોતા વિષયિવિજેતા, ધાીર અકૃતઘન પ્રવકતાજી,
કિંતુ કોઇ વિરલ જીવ જગતમાં, નિર્મલ ચિદ્રૂપ રકતાજી. ૧.
અર્થ :આ સંસારમાં શાંત ચિત્તવાળા, પંડિતાઈવાળા, યમ,
નિયમ, બળ, ત્યાગ અને ચારિત્રવાળા, ઉત્તમવાણીવાળા, શીલવાન, તપ,
પૂજા, સ્તુતિ, પ્રણામ કરનારા, મૌન પાળનારા, શ્રવણ કરનારા, ઉપકારને
ન ભૂલનારા, વ્યસનો અને ઇન્દ્રિયોને જીતનારા, ઉપસર્ગના સમૂહને
સહન કરવામાં ધીર, પરિગ્રહ રહિત અને કળાકારો અગણિત છે; પરંતુ
શુદ્ધ ચિદ્રૂપમાં અનુરક્ત કોઈક જ ભાગ્યે જ હોય છે. ૧.
ये चैत्यालयचैत्यदानमहसद्यात्रा कृतौ कौशला
नानाशास्त्रविदः परीषहसहा रक्ताः परोपकृतौ
निःसंगाश्च तपस्विनोपि बहवस्ते संति ते दुर्लभा
रागद्वेषविमोहवर्जनपराश्चित्तत्त्वलीनाश्च ये
।।।।
મંદિર પ્રતિમા સ્થાપન તીરથ યાત્રા દાન પ્રવીણાજી,
ઘાણા શાસ્ત્રના જ્ઞાતા પરિષહજય પરહિતમાં લીનાજી;