Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 88 of 153
PDF/HTML Page 96 of 161

 

background image
૮૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
रागद्वेषादयो दोषा नश्यंति निर्ममत्वतः
शाम्यार्थी सततं तस्मान्निर्ममत्वं विचिंतयेत् ।।२०।।
નિર્મમતાથી સમ્યગ્દ્રષ્ટિ ને જ્ઞાની સંયમી જીવ થાય;
થાય તપસ્વી પણ તે તેથી, નિર્મમતા ચિંતવ સુખદાય,
સર્વ રાગ-દ્વેષાદિ દોષો, નિર્મમતાથી થાય વિનાશ;
શામ્યાર્થીએ તેથી સતત આ નિર્મમતા ચિંતવવી ખાસ. ૧૯-૨૦.
અર્થઃનિર્મમત્વ વડે, જીવ સમ્યગ્દ્રષ્ટિ, યથાર્થ જ્ઞાની, સંયમી
અને તપસ્વી થાય છે, માટે નિર્મમત્વને જ ચિંતવવું. ૧૯.
નિર્મમત્વથી રાગ-દ્વેષ આદિ દોષોનો નાશ થઈ જાય છે, માટે
સામ્ય ઇચ્છનારાઓએ નિર્મમત્વનું સતત ચિંતવન કરવું. ૨૦.
विचार्यत्थमहंकारममकारौ विमुंचति
यो मुनिः शुद्धचिद्रूपध्यानं स लभते त्वरा ।।२१।।
(ત્રોટક)
મુનિ એમ વિચારી અહંકૃતિને,
મમકાર અનાદિ અજાગૃતિને;
તજી આત્મિક જાગૃતિ શીઘા્ર ધારે,
નિજ નિર્મલ ચિદ્રૂપ ધયાન વરે. ૨૧.
અર્થ :જે મુનિ આ પ્રમાણે વિચારીને અહંકાર અને મમકારનો
ત્યાગ કરે છે, તે ત્વરાથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન પામે છે. ૨૧.