Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 87 of 153
PDF/HTML Page 95 of 161

 

background image
અધ્યાય-૧૦ ][ ૮૭
નિર્મમતાથી તપ ને પંચમવ્રત પરિગ્રહ ત્યાગ ઉદાર;
પરમ ધાર્મ પણ પ્રગટે માટે નિર્મમતાચિંતન ઉર ધાાર. ૧૫-૧૬.
અર્થ :જે મુનિઓ અવિનાશી મોક્ષપદ પામ્યા છે, પામે છે
(અને) પામશે, તેઓ નિર્મમત્વથી (પામ્યા છે, પામે છે અને પામશે),
માટે (મોક્ષાભિલાષીઓએ) નિર્મમત્વનું જ ચિંતવન કરવું યોગ્ય છે. ૧૫.
નિર્મમતામાં ઉત્તમ તપ અને પાંચમું અપરિગ્રહ વ્રત પણ આવી
જશે તેમ જ પરમધર્મ પણ આવી જશે, માટે નિર્મમત્વનું જ ચિંતવન
કરવું. ૧૬.
निर्ममत्वाय न क्लेशो नान्ययांचा न चाटनं
न चिंता न व्ययस्तस्मान्निर्ममत्वं विचिंतयेत् ।।१७।।
नास्रवो निर्ममत्वेन न बंधोऽशुभकर्मणां
नासंयमो भवेत्तस्मान्निर्मभत्वं विचिंतयेत् ।।१८।।
કલેશ નહ{ નિર્મમતા માટે, યાચન અવર ખુશામત નાંહિ;
નહિ ચિંતા નહિ ધાન કંઇ બેસે નિર્મમતા ચિંતવ ઉર માંહિ.
નિર્મમતાથી આuાવ નાંહી, અશુભ કર્મ કંઇ ના બંધાાય;
નહ{ અસંયમ પણ કં£ તેથી નિર્મમતા ચિંતવ ઉરમાંય. ૧૭-૧૮
અર્થ :નિર્મમત્વભાવનું ચિંતવન કરવામાં ક્લેશ થતો નથી,
બીજાની પાસે યાચના કરવી પડતી નથી, કોઈની ખુશામદ કરવી પડતી
નથી, કાંઈ ચિંતા થતી નથી, કાંઈ ખર્ચ થતું નથી; માટે નિર્મમત્વભાવનું
ચિંતવન કરવું. ૧૭.
નિર્મમત્વથી કર્મના આગમનરૂપ આસ્રવ થતો નથી, અશુભકર્મનો
બંધ થતો નથી, અસંયમ થતો નથી, માટે નિર્મમત્વભાવનું ચિંતવન
કરવું. ૧૮.
सद्दृष्टिर्ज्ञानवान् प्राणी निर्ममत्वेन संयमी
तपस्वी च भवेत् तस्मान्निर्ममत्वं विचिंतयेत् ।।१९।।