૮૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ગાય અશ્વ ગજ ધાન પક્ષી દુકાન મંદિર નહિ મુજ ધાામ,
દેશ નગર નૃપ પણ મારાં નહિ નિર્મમત્વ ચિંતન એ પામ. ૧૧-૧૨.
અર્થ : — શુભાશુભ કર્મો મારાં નથી, શરીર પણ મારું નથી.
પિતા, માતા, બહેન, ભાઈ, સ્ત્રી, પુત્ર, પુત્રી મારાં નથી. ગાય, અશ્વ,
હાથી, ધન, પક્ષી, બજાર, ઘર મારાં નથી. નગર, રાજા, દેશ મારાં નથી;
એવું ચિંતવન તે નિર્મમત્વ છે. ૧૧-૧૨
ममेति चिंतनाद् बंधो मोचनं न ममेत्यतः ।
बंधनं द्वयक्षराभ्यां च मोचनं त्रिभिरक्षरैः ।।१३।।
निर्ममत्वं परं तत्त्वं ध्यानं चापि व्रतं सुखं ।
शीलं खरोधनं तस्मान्निर्ममत्वं विचिंतयेत् ।।१४।।
‘મારું’ એ ચિંતનથી બંધાન, મોક્ષ ‘ન મારું’ જો દ્રઢ થાય,
બંધાન બે અક્ષરથી, મુકિત ત્રણ અક્ષરથી એમ સધાાય;
નિર્મમતા એ પરમતત્ત્વ છે, ધયાન વળી વ્રત એ સુખસાર,
શીલ પરમ £ન્દ્રિયનિગ્રહ એ, તેથી ચિંતન એ ઉર ધાાર. ૧૩-૧૪.
અર્થ : — મારું એવા ચિંતવનથી બંધન અને મારું નહિ એવા
ચિંતવનથી મોક્ષ થાય છે, માટે બે અક્ષરો વડે બંધન અને (ન મમ)
ત્રણ અક્ષરોથી મોક્ષ થાય છે. ૧૩.
નિર્મમતા તે શ્રેષ્ઠ તત્ત્વ છે, (તે જ) ધ્યાન અને વ્રત, સુખ, શીલ,
(તેમ જ) ઇન્દ્રિયનિરોધ છે, માટે નિર્મમતાનું ચિંતવન કર્તવ્ય છે. ૧૪.
याता ये यांति यास्यंति भदंता मोक्षमव्ययं ।
निर्ममत्वेन ते तस्मान्निमर्मत्वं विचिंतयेत् ।।१५।।
निर्ममत्वे तपोऽपि स्वादुत्तमं पंचमं व्रतं ।
धर्मोऽपि परमस्तस्मान्निर्ममत्वं विचिंतयेत् ।।१६।।
પામ્યા અવ્યય મુકિત પામે, વળી પામશે મુનિ ત્રિકાળ:
તે સૌ નિર્મમતાથી, માટે નિર્મમતા – ચિંતન ઉર ધાાર.