અધ્યાય-૧૦ ][ ૮૫
शुभाशुभानि कर्माणि मम देहोऽपि वा मम ।
पिता माता स्वसा भ्राता मम जायात्मजात्मजः ।।८।।
गौरश्वोऽजो गजो रा विरापणं मंदिरं मम ।
पूः राजा मम देशश्च ममत्वमिति चिंतनम् ।।९।।युग्मं।।
કર્મ શુભાશુભ તે સૌ મારાં, શરીર પણ મુજ, મારું નામ,
માતપિતાદિ ભગિની ભ્રાતા સ્ત્રી પુત્રાદિ મુજ તમામ;
ગાય અશ્વ અજ ગજ ધાન, પક્ષી દુકાન મંદિર મારાં ધાામ,
મારાં દેશ નગર નૃપ આદિ મમત્વ એ ચિંતનનું નામ. ૮-૯
અર્થ : — શુભાશુભ કર્મ તે મારાં છે, અથવા શરીર પણ મારું
છે. માતા-પિતા, ભાઈ-બહેન મારાં છે. પુત્ર-પુત્રી-સ્ત્રી મારાં છે. ગાય,
અશ્વ, બકરો, હાથી, ધન, પક્ષી, દુકાન, મકાન વગેરે મારાં છે. નગર
મારું છે. રાજા, દેશ મારાં છે; એવું ચિંતવન તે મમત્વ છે. ૮-૯.
निर्ममत्वेन चिद्रूपप्राप्तिर्जाता मनीषिणां ।
तस्मात्तदर्थिना चिंत्यं तदेवैकं मुहूर्मुहुः ।।१०।।
નિર્મમતાથી ચિદ્રૂપ પ્રાપ્તિ પામ્યા પૂર્વે બહુ મતિમાન;
તેથી નિર્મમતા ચિંતવવા ક્ષણક્ષણ આત્માર્થી દે ધયાન. ૧૦.
અર્થ : — વિદ્વાનોને નિર્મમત્વભાવ વડે ચિદ્રૂપની પ્રાપ્તિ થઈ છે,
માટે તેના અર્થીએ તે જ એકેને વારંવાર ચિંતવવું જોઈએ. ૧૦.
शुभाशुभानि कर्माणि न मे देहोऽपि नो मम ।
पिता माता स्वसा भ्राता न मे जायात्मजात्मजः ।।११।।
गौरश्वो गजो रा विरापणं मंदिरं न मे ।
पू राजा मे न देशो निर्ममत्वमिति चितनं ।।१२।।युग्मं।।
કર્મ શુભાશુભ તે નહિ મારાં, શરીર પણ નહિ મારું કાંઇ,
માત પિતા કે ભગિની ભ્રાતા, સ્ત્રી પુત્રાદિ મારાં નાંહિ;