Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 84 of 153
PDF/HTML Page 92 of 161

 

background image
૮૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ये नरा निरहंकारं वितन्वंति प्रतिक्षणं
अद्वैतं ते स्वचिद्रूपं प्राप्नुवंति न संशयः ।।।।
ક્ષણ ક્ષણ નિરહંકાર ભાવની વૃદ્ધિ કરે જે જન મતિમાન;
તે અદ્વૈત સ્વરુપ નિજ ચિદ્રૂપને પામે નિઃસંશય દ્યુતિમાન. ૪.
અર્થ :જે મનુષ્યો ક્ષણે ક્ષણે અહંકારરહિત ભાવ વધારે છે,
તેઓ અદ્વૈતસ્વરૂપ પોતાના ચિદ્રૂપને પામે છે, તેમાં સંશય નથી. ૪.
न देहोऽहं न कर्माणि न मनुष्यो द्विजोऽद्विजः
नैव स्थूलो कृशो नाहं किंतु चिद्रूपलक्षणः ।।।।
चिंतनं निरहंकारो भेदविज्ञानिनामिति
स एव शुद्धचिद्रूपलब्धये कारणं परं ।।।। युग्मं ।।
શરીર નહ{ હું કર્મ નહ{ હું ના હું દ્વિજ અદ્વિજ મનુષ્ય,
સ્થૂળ કૃશ પણ હું નહિં કિંતુ ચિદ્રૂપ લક્ષણ હું પ્રત્યક્ષ;
ચિંતન નિરહંકાર ગણ્યું એ ભેદજ્ઞાનીનું ભૂષણ જાણ,
તે જ શુદ્ધ ચિદ્રૂપ લબ્ધિાનું કારણ શ્રેÌ લહો વિદ્વાન. ૫-૬.
અર્થ :હું દેહ નથી, કર્મો નથી, મનુષ્ય નથી, દ્વિજ કે અદ્વિજ
નથી, સ્થૂળ, કૃશ નથી; પરંતુ હું ચિદ્રૂપ લક્ષણવાળો છું. ૫.
ભેદજ્ઞાનીઓનું આ જાતનું ચિંતન નિરહંકાર છે. શુદ્ધ ચિદ્રૂપની
પ્રાપ્તિ માટે તે જ ઉત્તમ કારણ છે. ૬.
ममत्वं ये प्रकुर्वंति परवस्तुषु मोहिनः
शुद्धचिद्रूपसंप्राप्तिस्तेषां स्वप्नेऽपि नो भवेत् ।।।।
મોહવશે મમતા વિસ્તારે પર વસ્તુમાં જન જે કોય;
કદી શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ સ્વપ્ને પણ નહિ તેને હોય. ૭.
અર્થ :જે મોહીજીવો પર વસ્તુઓમાં મમતા કરે છે, તેમને
શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ સ્વપ્નમાં પણ થતી નથી. ૭.