અધયાય ૧૦ મો
[ શુદ્ધ ચિદ્રૂપનાં ધ્યાનાર્થે અહંકાર મમકારના
ત્યાગનો ઉપદેશ ]
निरंतरमहंकारं मूढाः कुर्वंति तेन ते ।
स्वकीयं शुद्धचिद्रूपं विलोकंते न निर्मलं ।।१।।
મોહમૂઢ જન મગ્ન નિરંતર અહંકારમાં રહે સદાય,
ત્યાં નિર્મલ નિજ ચિદ્રૂપ પ્રત્યે દ્રષ્ટિ દે નહિ અહા જરાય ! ૧.
અર્થ : — મૂઢજનો નિરંતર અહંકાર કરે છે તેથી તેઓ પોતાનાં
શુદ્ધ ચિદ્રૂપને અન્ય દ્રવ્યોથી ભિન્ન શુદ્ધ જોતા નથી. ૧.
देहोऽहं कर्मरूपोऽहं मनुष्योऽहं कृशोऽकृशः ।
गौरोऽहं श्यामवर्णोऽहमद्विऽजोहं द्विजोऽथवा ।।२।।
अविद्वानप्यहं विद्वान् निर्धनो धनवानहं ।
इत्यादि चिंतनं पुंसामहंकारो निरुच्यते ।।३।।युग्मं।।
કાયા હું આ કર્મરુપ હું, હું માનવ હું કૃશ હું સ્થૂલ,
હું ગોરો, હું શ્યામ વર્ણ હું, દ્વિજ અદ્વિજ વિચારો ભૂલ;
અભણ અરે ! હું, પિંMત હું તો, હું નિર્ધાન હું ધાનિક મહાન,
£ત્યાદિ ચિંતન માનવનું અહંકાર ભાખે વિદ્વાન. ૨ – ૩.
અર્થ : — હું શરીર છું, હું કર્મરૂપ છું, હું મનુષ્ય છું, હું દૂબળો
કે જાડો છું, હું ગોરો છું, શ્યામવર્ણવાળો છું, હું અદ્વિજ છું અથવા હું
દ્વિજ છું. ૨.
વળી હું વિદ્વાન્ – અવિદ્વાન્, નિર્ધન – ધનવાન છું — આ પ્રકારનું
મનુષ્યનું ચિંતન અહંકાર કહેવાય છે. ૩.