૮૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
मोहं तज्जातकार्याणि संगं हित्वा च निर्मलं ।
शुद्धचिद्रूपसद्धयानं कुरु त्यक्त्वान्यसंगतिं ।।२२।।
(વસંતતિલકા)
રે મોહને સકલ મોહજનિત કામો!
સાથે સમસ્ત તજી સંગ હવે વિરામો;
ચિદ્રૂપ નિર્મલતણું શુચિ ધયાન ધાારો,
સૌ અન્ય સંગતિ તજી નિજ કાર્ય સારો. ૨૨.
અર્થ : — મોહ તથા તેનાથી થતા કાર્યોને, સંગને છોડીને તેમજ
બીજાની સંગતિ તજીને નિર્મળ, શુદ્ધચિદ્રૂપનું સદ્ધ્યાન તું ધારણ
કર. ૨૨.